તા. 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય એકતા યાત્રા કરમસદથી કેવડિયા, સાધલી મુકામે આવનાર હોય કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છતા અને જાહેર માર્ગના દબાણો દૂર કરવા ગ્રામ પંચાયતને આદેશ કરેલ છે. પંચાયતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરેલ છે.
સરદાર પટેલની 150મી જન્મ જયંતી પ્રસંગે કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા યાત્રા નીકળશે. આ યાત્રા તા. 2 ડિસેમ્બરે ટીંબરવા મુકામેથી પ્રવેશીને, સાધલી થઇ બીથલી પ્રા. શાળા પછી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે.યુનિટી માર્ચના આયોજન માટે કલેકટર અનિલ ધામેલીયા, DDO મમતા હીરપરા અને ધારાસભ્ય અક્ષય પટેલ, APMC ચેરમેન સચીન પટેલ, તથા અધિકારીઓએ સાધલીની મુલાકાત લઇને ગ્રામ પંચાયતને ટીંબરવા રોડથી સાધલી અને મીઠોળ રોડ ઉપર આવેલ ગંદકી દૂર કરી સફાઇ કરવા આદેશ આપ્યો હતો. છતાં દબાણો યથાવત્ રહ્યાં હતા.


