સોમવારે રાત્રે ઇથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીમાંથી નીકળેલી રાખનું લેયર દિલ્હી સુધી પહોંચ્યું છે. ફ્લાઇટની કામગીરી પર અસર પહોંચી છે. પરિણામે એર ઇન્ડિયાએ સલામતીના કારણોસર ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરી છે.
કેમ ફ્લાઇટને થઇ અસર?
10,000 વર્ષના વિરામ પછી થયેલા જ્વાળામુખી વિસ્ફોટને કારણો તેમાંથી નીકળેલી રાખ ઝડપથી પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે હવાઇ સેવામાં મુશ્કેલી પડી રહી છે. હવામાન નિષ્ણાતો કહે છે કે રવિવારે એક શક્તિશાળી વિસ્ફોટ પછી રાખનું વાદળ હવામાં ફેંકાયુ અને લગભગ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લાલ સમુદ્ર પાર કરીને ઉત્તરપશ્ચિમ ભારત તરફ આગળ વધ્યુ. લગભગ 10,000 વર્ષમાં પહેલીવાર સક્રિય થયેલા જ્વાળામુખીએ વાતાવરણમાં મોટી માત્રામાં રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ છોડ્યું, જેની અસરો હવે ઘણા દેશોમાં અનુભવાઈ રહી છે.
એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્વાળામુખી વિસ્ફોટ પછી અસરગ્રસ્ત વિસ્તારો ઉપર ઉડતા વિમાનોનું વિગતવાર ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઘણી ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઇને એમ પણ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત મુસાફરોને નેટવર્ક પર ગ્રાઉન્ડ ટીમો દ્વારા સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે અને જો જરૂરી હોય તો તેમને હોટેલ વ્યવસ્થા અને વૈકલ્પિક મુસાફરી વિકલ્પો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
એર ઇન્ડિયા દ્વારા 25 નવેમ્બરની રદ કરાયેલી ફ્લાઇટ્સ
- AI 2822 – ચેન્નાઈ → મુંબઈ
- AI 2466 – હૈદરાબાદ → દિલ્હી
- AI 2444 / AI 2445 – મુંબઈ → હૈદરાબાદ → મુંબઈ
- AI 2471 / AI 2472 – મુંબઈ → કોલકાતા → મુંબઈ
24 નવેમ્બરની રદ કરાયેલી ફ્લાઇટ્સ
- AI 106 – નેવાર્ક → દિલ્હી
- AI 102 – ન્યૂ યોર્ક (JFK) → દિલ્હી
- AI 2204 – દુબઈ → હૈદરાબાદ
- AI 2290 – દોહા → મુંબઈ
- AI 2212 – દુબઈ → ચેન્નાઈ
- AI 2250 – દમ્મામ → મુંબઈ
- AI 2284 – દોહા → દિલ્હી


