ગોધરા શહેરના એક મકાનમાં દોશી પરિવારના 4 લોકોના મોત થયા હતા. ઘટનાની FSL ની તપાસ મુજબ સોફાની ગાદીમાંથી ઉત્પન્ન થયેલો ધુમાડો જીવલેણ સાબિત થયો છે.
ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ નામનું ઝેરી વાયુ હતો
તપાસમાં જાણવા મળ્યું કે આ ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ નામનું ઝેરી વાયુ હતો જે શ્વસન માટે ખૂબ જ જોખમકારક છે. ધુમાડાના કારણે પરિવારના ચાર સભ્યોને જીવલેણ અસર પહોંચી હતી.
4 સભ્યોને શ્વાસ લેવામાં તકલીફ થઇ
ધુમાડા કારણે આ 4 સભ્યોને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી અને તમામ બેભાન થઇ ગયા હતા જેથી ધુમાડાના કારણે મોત થયું હતું.


