નેપાળ સેન્ટ્રલ બેંકે નવી 100 રૂપિયાની નોટ બહાર પાડી છે.પરંતુ આ નોટની સાથે એક જૂનો વિવાદ ફરીથી સામે આવ્યો છે. નોટ પર છપાયેલા નક્શામાં નેપાળે લિપુલેખ,કાળાપાણી અને લિંપિયાધુરાને પોતાના વિસ્તારમાં સામેલ બતાવ્યા છે. આ એજ વિસ્તાર છે જે વર્ષોથી ઉત્તરાખંડનો ભાગ રહ્યો છે.
નેપાળી નેશનલ બેંકના અધિકારીના જણાવ્યા અનુસાર પહેલા 100 રૂપિયાની નોટ પર નેપાળનો નક્શો છાપવામાં આવતો હતો, પરંતુ હવે આને 2020માં જાહેર કરેલા તે રાજનીતિક માનચિત્ર પ્રમાણે તેને બદલી લેવામાં આવ્યો છે. જેમાં ત્રણ વિસ્તાર નેપાળની સીમામાં બતાવવામાં આવ્યા હતા. અન્ય મૂલ્યના નોટોમાં નક્શો નથી. આ ફેરફાર ફક્ત 100 રૂપિયાની નોટ સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.
નોટ પર જોવા મળતો ફોટો
નવી નોટના આગળના ભાગમાં બાઇ અને માઉન્ટ એવરેસ્ટની છબી છે અને ડાબી તરફઠ નેપાળના રાષ્ટ્રીય ફુલનું વોટરમાર્ક. વચ્ચે હળવા લીલા રંગના બેકગ્રાઉન્ડમાં નેપાળનો વિસ્તારિત નક્શો બતાવવામાં આવ્યો છે. આની પાસે અશોક સ્તંભ પણ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. જેમાં બુદ્ધની જન્મસ્થળી લુંબિનીનો ઉલ્લેખ છે. નોટની પાછળ એક સીંગડા વાળો ગેંડો બતાવવામાં આવ્યો છે.
આ રીતે થઇ હતી વિવાદની શરૂઆત…
વર્ષ 2020માં નેપાળની તે સમયની સરકારે નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહાકાળી નદીના ઉદ્દગમ વિસ્તારના કારણે લિપુલેખ, કાળા પાણી અને લિમ્પિયાધુરા તેના વાસ્તવિક પ્રદેશનો ભાગ છે. નેપાળના સંસદે એ પણ આ નકશાને મંજૂરી આપી હતી. ભારતે આ પગલાને ખોટો ગણાવતા કહ્યું હતું કે તે ઐતિહાસિક તથ્યો અને વહીવટી હકીકતો સાથે બિલ્કુલ મેળ ખાતો નથી. હવે ચલણી નોટ પર એ જ નકશો ઉપયોગમાં લેવાતા મામલે આ વિવાદ ફરી ઉગ્ર બન્યો છે.
આ પણ વાંચોઃ ‘અગ્નિકાંડ’માં 279 લોકો થયા ગુમ, ભારે જહેમતથી બે દિવસ બાદ આગ પર મેળવાયો કાબૂ


