ચક્રવાત દિત્વાહાએ શ્રીલંકામાં ભારે વિનાશ સર્જ્યો છે અને હવે તે ભારત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વાવાઝોડું આગળ વધતાં વધુ તીવ્ર બની શકે છે. ત્યારે શ્રીલંકામાં આ મુશ્કેલીના સમય પર ભારતે મદદ મોકલી છે. પીએમ મોદીએ જાહેરાત કરી છે કે ચક્રવાતથી થયેલા વિનાશ બાદ ભારતે શ્રીલંકાને સહાય મોકલી છે.
પીએમ મોદીએ મોકલી શ્રીલંકાને સહાય
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા લખ્યું કે ચક્રવાત દિત્વાહને કારણે પોતાના પ્રિયજનો ગુમાવનારા શ્રીલંકાના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું તમામ અસરગ્રસ્ત પરિવારોની સલામતી, પુનર્વસન અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણા નજીકના દરિયાઈ પાડોશી સાથે એકતામાં, ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ તાત્કાલિક રાહત સામગ્રી અને આવશ્યક HADR સહાય મોકલી છે. પરિસ્થિતિ બદલાતા જ અમે વધુ સહાય પૂરી પાડવા માટે તૈયાર છીએ. ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને વિઝન સાગરને અનુરૂપ ભારત આ જરૂરિયાતના સમયમાં શ્રીલંકાની સાથે મજબૂત રીતે ઉભું છે
વિદેશ મંત્રીએ કહ્યું..ઓપરેશન સાગર બંધુ શરૂ થયું
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે લખ્યું કે ઓપરેશન સાગર બંધુ શરૂ થયું. INS વિક્રાંત અને INS ઉદયગિરી દ્વારા કોલંબોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. અને હજીઆગળની કામગીરી ચાલુ છે. ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ, INS વિક્રાંત અને નવીનતમ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ, INS ઉદયગિરી, શ્રીલંકામાં છે. નોંધપાત્ર રીતે, INS વિક્રાંત અને INS ઉદયગિરી બંને ભારતીય યુદ્ધ જહાજોનું આ પ્રથમ વિદેશમાં તૈનાત છે. આ યુદ્ધ જહાજો શ્રીલંકાના નૌકાદળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ 2025 માં ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિઓ 27 થી 29 નવેમ્બર સુધી કોલંબોમાં ચાલુ રહેશે.
વધુ વાંચો- Ditwah Cyclone Alert: સાવધાન! આવી રહ્યું છે વધુ એક ચક્રવાત..આ 4 રાજ્યોમાં વરસાદની ચેતવણી


