અમદાવાદના જળ વ્યવસ્થાપન અને શહેરી માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્ત્વકાંક્ષી ખારીકટ કેનાલ પ્રોજેક્ટના બીજા તબક્કાની કામગીરીનો ટૂંક સમયમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ખારીકટ કેનાલના ફેઝ-2 ની કામગીરી રૂપિયા 829 કરોડના જંગી ખર્ચે કરવામાં આવશે. આ બીજા તબક્કામાં 22 કિલોમીટર લાંબી કેનાલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ટેન્ડરમાં 30 મહિનાનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે.
ખારીકટ કેનાલ મેગા પ્રોજેક્ટ
આ સાથે જ, ખારીકટ કેનાલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરીને લઈને પણ મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 12.75 કિલોમીટરની કામગીરી રૂપિયા 1300 કરોડના ખર્ચે પૂર્ણ થઈ રહી છે, જેને 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે તંત્રને કડક સૂચના આપવામાં આવી છે. ખારીકટ કેનાલ પ્રોજેક્ટના બંને તબક્કા પૂર્ણ થવાથી અમદાવાદ શહેરના પાણીના નિકાલ અને જળ વ્યવસ્થાપનમાં મોટો સુધારો આવશે, જેનાથી શહેરની લાંબા ગાળાની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.
આ પણ વાંચો : Ahmedabad LD કોલેજ હોસ્ટેલમાં મારામારી મુદ્દે વિદ્યાર્થીનો મોટો ખુલાસો, પિતા DGP હોવાની આપી હતી ચીમકી અને પછી…


