જ્યારે કોઈ બેંક લોન આપે છે, ત્યારે તેનો વ્યાજ દર બે પરિબળો દ્વારા નક્કી થાય છે. પહેલું બાહ્ય બેન્ચમાર્ક છે, જેમ કે RBI રેપો રેટ અથવા T-બિલ યીલ્ડ. બીજું બેન્ચમાર્ક બેંકનો સ્પ્રેડ છે, જે ક્રેડિટ રિસ્ક અને કોસ્ટને કવર કરે છે. નવા નિયમો પ્રમાણે સ્પેડના નિયમોમાં ફેરફાર કરાવમાં આવ્યો છે. જો તમે ફ્લોટિંગ રેટ પર હોમ લોન લીધેલી છે. અને હવે તમારો ક્રેડિટ સ્કોર સુધર્યો છે, તો બેંક સ્પ્રેડનો રિવ્યૂ કરી તેને ઘટાડી તમારી લોન પરનો વ્યાજદર પણ તરત ઘટાડી આપશે. આ પહેલા 3 વર્ષ સુધી બેંક સ્પ્રેડ રિવ્યૂ કરતી હતી. પરંતુ નવા નિયમો પ્રમાણે RBIએ આ લોકઈન પીરિયડને હટાવી દીધો છે.
આવી રીતે ઘટશે સ્પ્રેડ
નવા નિયમનો ફાયદો લેવા માટે તમારે સૌથી પહેલા તમારા ક્રેડિટ સ્કોરનો સતત રિવ્યૂ કરવો પડશે. આ દરમિયાન ક્રેડિટ સ્કોર સુધરે તે તરત જ બેંક પાસે જઈ રેટ કટ માટે એપ્લાય કરવું પડશે. જે બાદ બેંક ક્રેડિટનું એસેસમેન્ટ કરશે અને જો તમારી એપ્લિકેશન યોગ્ય લાગશે તો સ્પ્રેડ ઘટાડી દેશે, જેનાથી તમારી લોનનો વ્યાજદર પણ ઘટી જશે અથવા તો ટેન્યોર ઘટાડી આપશે. છેવટે બચત તો તમારી જ થશે.
ગ્રાહકે કરવી પડશે પહેલ
RBIના નિયમ પ્રમાણે ગ્રાહકે જાતે જ પહેલ કરવી પડશે. પહેલા રેટ કટનો પાયદો નવા ગ્રાહકોને તરત મળતો હતો, અને જૂના ગ્રાહકોને સ્પ્રેડ રિવ્યૂનો લાભ લગભગ 3 વર્ષ પછી મળતો હતો. પરંતુ નવા નિયમો પ્રમાણે હવે તમામને સરખી તક મળશે. ક્રેડિટ સ્કોરમાં સુધારો થતા જ ગ્રાહક તરત જ ઓછા વ્યાજદરની માગ કરી શકશે.


