ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ODI સીરિઝમાં રમશે.ત્યારે KL રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.KL રાહુલ ઘણા સમય પછી ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.સીરિઝ શરૂ થાય તે પહેલાં KL રાહુલનું ODIમાં પ્રદર્શન ખુબજ મહત્વપૂર્ણ છે.જોકે રાહુલ સામે અનેક પડકારોનો સામનો કરવો પડશે.
ગિલની ઈજાને કારણે રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી
KL રાહુલ કેપ્ટનશિપ માટે પહેલી પસંદગી નથી.શુભમન ગિલ ભારત સામે દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ઘાયલ થયો હતો.ત્યારબાદ તે બીજી ટેસ્ટમાં રમી શક્યો ન હતો.ઋષભ પંત તે સમયે ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો.જ્યારે ODI સીરિઝની વાત આવી ત્યારે શુભમન ગિલની ગેરહાજરીમાં KL રાહુલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
રાહુલે અત્યાર સુધી 12 ODIમાં કેપ્ટનશિપ કરી
KLરાહુલે અત્યાર સુધી ફક્ત 12 ODIમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે.તેમાંથી તેઓએ આઠ જીત મેળવી છે અને ચાર હાર્યા છે.જીતની ટકાવારીની દ્રષ્ટિએ તે 67 ટકા છે.જોકે રાહુલ સામે પડકાર એ છે કે દક્ષિણ આફ્રિકાએ તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાને બે ટેસ્ટ મેચમાં વ્હાઇટવોશ કર્યો છે.આવી ટીમને રોકવી એક પડકાર રૂપ છે.એ સાચું છે કે વનડે ટીમ ટેસ્ટથી નોંધપાત્ર રીતે બદલાશે પરંતુ દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન તેમ્બા બાવુમા એ જ રહેશે જે હાલમાં વિજયની આશા રાખી રહ્યો છે.
કે.એલ રાહુલના મોટા પડકારો
કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ પણ રમશે.રાહુલે તેમને કેવી રીતે મેનેજ કરવા તે નક્કી કરવું પડશે.ટીમની પ્લેઇંગ ઇલેવનમાં પણ તેણે પોતાનો મત વ્યક્ત કરવો પડશે.વધુમાં રાહુલે પોતે રન બનાવવા પડશે,નહીં તો એવું કહેવામાં આવશે કે કેપ્ટન બન્યા પછી રાહુલનું પ્રદર્શન નબળું જોવા મળ્યું છે.રાહુલે અત્યાર સુધી ટેસ્ટ શ્રેણીમાં ઘણા રન બનાવ્યા નથી,તેથી તેણે પોતાની બેટિંગ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.


