ચક્રવાત દિત્વાએ શ્રીલંકામાં તબાહી મચાવી છે. શ્રીલંકામાં આ ચક્રાવાતના કારણે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનનું સંકટ આવ્યું. આ કુદરતી પ્રકોપમાં 80 થી વધુ લોકો માર્યા ગયા છે અને 150,000 થી વધુ લોકોને અસર થઈ છે. ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ચક્રાવાતે ભારે તબાઈ મચાવતા રોજિંદા જીવન પર અસર પડી છે. શ્રીલંકાના આ સંકટ સમયમાં ભારત મદદ કરવા આગળ આવ્યું છે. ભારતે શ્રીલંકામાં રાહત સામગ્રીની સહાય મોકલી ત્યાંના હાલાકી ભોગવી રહેલા લોકોને મદદ કરવા પ્રયાસ કર્યો છે.


