રશિયાને તેના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં ચાંદીના બે મોટા ભંડાર મળ્યા છે. રશિયન ફેડરલ એજન્સી ફોર સબસોઇલ યુઝ દ્વારા શનિવારે આ મોટી શોધ વિશે માહિતી આપવામાં આવી હતી. મળી આવેલી શોધે રશિયાનાં ખનિજ ભંડારને વધુ મજબૂત બનાવશે. આ બંને ભંડાર રશિયાના બે અલગ-અલગ વિસ્તારોમાં મળ્યા છે, જેમાં અંદાજિત ચાંદીની માત્રા ખૂબ વધારે છે. ઝાબાઈકાલ્સ્કી ક્રાયમાં આવેલું ઉંગુરસ્કોયે ભંડાર અંદાજે 699.6 ટન ચાંદી ધરાવે છે જ્યારે મેગાદાન ઓબ્લાસ્ટના કેટગાલી ક્ષેત્રમાં અંદાજે 70.5 ટન ચાંદીનો ભંડાર છે.
અત્યાર સુધી 200થી વધુ નવા ખનજ ભંડાર મળ્યા
રશિયન કંપની પોલીમેટલ કેટગાલી ભંડારને વિકસાવવા માટેની યોજના બનાવી રહી છે. કંપની આ પ્રોજેક્ટ 2028માં શરૂ કરવાની તૈયારીમાં છે. તેમાં લગભગ 2.5 અબ રુબલ એટલે કે આશરે 32.2 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ થવાનું અનુમાન છે. આ પહેલા રશિયામાં 2025ની શરૂઆતથી અત્યાર સુધી 200થી વધુ નવા ઘન ખનિજ ભંડાર મળી ચૂક્યા છે. દર વર્ષે સરેરાશ 200 જેટલા નવા ખનિજ ભંડાર મળતા હોય છે, અને આ વર્ષ પણ એ જ ગતિથી આગળ વધી રહ્યું છે.
2025માં આ મુખ્ય વસ્તુઓ મળી આવી હતી
પોટેશિયમ-મેગ્નેશિયમ ક્ષાર: સારાતોવ વિસ્તારમાં ઇવાનિખિન્સ્કોયે અને સેલિનોયે ભંડાર અનુક્રમે 1 અબ ટન અને 2 અબ ટનના ભંડાર છે.
ટાઇટેનિયમ, ફોસ્ફરસ અને લોખંડની ધાતુ: ઇર્કુત્સ્ક વિસ્તારમાં આવેલું ઝિદોસ્કાયા ભંડાર જેમાં લાખો ટનનો અંદાજિત ભંડાર છે.
મેગાદાન ઓબ્લાસ્ટ: મેગાદાન ઓબ્લાસ્ટ, જ્યાં કેગાલી ચાંદીનો ભંડાર મળ્યો છે, રશિયાના ઉત્તરે-પૂર્વે આવેલો વિસ્તાર છે. આ વિસ્તાર પહેલાથી જ રશિયામાં સૌથી મોટા સોના ના ભંડારો માટે પ્રસિદ્ધ છે. અહીં સોનું, ચાંદી, લોખંડ અને અન્ય ધાતુઓ તથા વિવિધ ખનિજનું મોટા પાયે ખનન થાય છે.
આ પણ વાંચોઃ શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી , દિતવાહે મચાવી તબાહી, 150થી વધુ લોકોના મોત


