રાજકોટ શહેરમાં ફરી એકવાર નબીરાઓની બેફામ કાર ડ્રાઇવિંગને કારણે અકસ્માતની ગંભીર ઘટના બની છે. શહેરના સ્વસ્તિક સોસાયટી નજીક એક કાર ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર કાયદાના સકંજામાંથી બચવા માટે પોતાની કાર ઘટનાસ્થળે જ છોડીને તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
શું નબીરાઓ માટે કાયદો નથી?
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માતગ્રસ્ત કારનો કબજો લીધો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવીને તેના આધારે ફરાર થઈ ગયેલા કાર ચાલકની ઓળખ કરવા અને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ રાજકોટમાં નબીરાઓ દ્વારા બેફામ ડ્રાઇવિંગના અનેક કિસ્સાઓ બન્યા છે, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ટ્રાફિક નિયમોના કડક અમલની જરૂરિયાત ઊભી કરી છે.
આ પણ વાંચો : Surendranagar ના સુદામડા પાસે ડમ્પરનું ટાયર બાળકી પર ફરી વળ્યું, માસૂમનો જીવ ગયો


