અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોની બેફામગીરી વધી રહી હોવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. વાડજની નજીક આવેલા લાલા શોટ પાન પાર્લરમાં લુખ્ખાઓના એક જૂથે ભારે આતંક મચાવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ અસામાજિક તત્વોએ પાન પાર્લર પર હાજર એક ગ્રાહક સાથે કોઈ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. આ સામાન્ય બબાલ જોતજોતામાં હિંસક બની ગઈ હતી, અને લુખ્ખાઓએ દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી.
કાયદો-વ્યવસ્થાનું ધનોતપનોત
વધુમાં, આ લુખ્ખા તત્વોએ આવેશમાં આવીને ગ્રાહકને કાચની બોટલ વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગ્રાહકને ગંભીર ઇજા પહોંચી હતી અને તે ઘાયલ થયો હતો. બનાવને પગલે પાન પાર્લરના માલિકે તાત્કાલિક વાડજ પોલીસ મથકમાં આ અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને હુમલો કરનાર લુખ્ખાઓને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે વાડજ વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો : Kutch ના નાના રણમાં ઘુડખરનો વર્ચસ્વ માટે જંગ, એકબીજાને બચકાં ભરી લોહીલુહાણ થયા ત્યાં સુધી લડ્યા


