ભારતીય હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના કેટલાક ભાગો માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
ચક્રવાત ‘દિટવાહે’ વધી રહ્યુ છે આગળ
IMD અનુસાર, ચક્રવાત ‘દિટવાહે’ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સ્થિત છે. જે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની નજીક છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે તે છેલ્લા છ કલાકથી 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને સવાર સુધી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં રહ્યું છે. ઉત્તર તમિલનાડુ-પુડુચેરી કિનારાથી ચક્રવાતનું લઘુત્તમ અંતર ઘટીને 80 કિમીથી ઓછું થઈ ગયું છે.
દરિયા કિનારાને કરાયા એલર્ટ
IMD અનુસાર, આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી કિનારાની સમાંતર ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે. જેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં નોંધપાત્ર નુકસાન થવાની ધારણા છે. જોકે, ચક્રવાત તમિલનાડુ-પુડુચેરી કિનારા પર અથડાતા પહેલા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમ જેમ તે ઉત્તર તરફ આગળ વધે છે. તેમ તેમ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ઓછામાં ઓછા 60 કિલોમીટર અને 30 કિલોમીટર પહોળા અંતરે રહેવાની ધારણા છે. ચક્રવાતને કારણે તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદ
રામેશ્વરમ અને નાગપટ્ટીનમ જેવા દરિયાકાંઠાના શહેરોમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આગામી 24 કલાકમાં, કુડ્ડલોર, નાગપટ્ટીનમ, મયિલાદુથુરાઈ, વિલ્લુપુરમ, ચેંગલપટ્ટુ, પુડુક્કોટાઈ, તંજાવુર, તિરુવરુર, અરિયાલુર, પેરામ્બલુર, તિરુચિરાપલ્લી, ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને રાનીપેટ તેમજ પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ World News: Sri Lankaની મદદે આગળ આવ્યુ ભારત, હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરાઇ શરુ


