સાબરકાંઠા જીલ્લામાં તા.૧૩ મી ડિસેમ્બર ૨૦૨૫ નારોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરના અધ્યક્ષ કે.આર.રબારીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સચિવશ્રી સી.પી.ચારણ નાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાની અદાલતોમાં ૨૦૨૫ ના વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.
આવા કેસો પણ લોક અદાલતમાં મુકાશે
જેમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, મોટર અકસ્માત, લગ્ન વિષયક, મજૂર કાયદાના કેસો, જમીન સંપાદનના કેસો, વીજ બિલ, પાણી બિલ, રેવન્યુ, દિવાની કેસો, તેમજ સાબરકાંઠા જીલ્લામાં વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી, ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે.
કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા
લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે, લોક અદાલતમાં કોઇની હાર નહીં અને કોઈનો પરાજય નહીં તેવી સ્થિતિ ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રેહતું નથી અને સુમેરભર્યા સંબધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવાં દરેક નાગરિકોને સુપ્રિટેન્ડેન્ટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.


