એરબસે તાજેતરમાં A320 ફેમિલીના વિમાનો માટે મહત્વનું સોફ્ટવેર અને સલામતી અપડેટ જાહેર કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે સોલાર રેડિએશનના કારણે કેટલાક વિમાનોના ફ્લાઇટ-કન્ટ્રોલ ડેટામાં ખામીઓ આવી શકે છે, જે ખાસ કરીને ટેકઓફ અને લેન્ડિંગ સમયે વિમાનના નિયંત્રણને અસર કરી શકે છે. આ કારણે વિશ્વભરમાં તેમજ ભારતમાં પણ A320 ફેમિલી વિમાનોને તાત્કાલિક અપડેટ કરવાનું જરૂરી બન્યું.
ભારતમાં કુલ અંદાજે 338 A320 ફેમિલી વિમાનો આ અપડેટની જરૂરિયાત હેઠળ હતા
ભારતમાં કુલ અંદાજે 338 A320 ફેમિલી વિમાનો આ અપડેટની જરૂરિયાત હેઠળ હતા. IndiGo પાસે લગભગ 200 જેટલા A320 વિમાન છે અને કંપનીએ જણાવ્યું છે કે તેણે પોતાની સમગ્ર A320 ફ્લીટનું અપડેટિંગ પૂર્ણ કરી દીધું છે. DGCA અનુસાર, દેશમાં 90% કરતાં વધુ વિમાનોનું અપગ્રેડિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.
IndiGoએ સ્પષ્ટ કર્યું છે કે આ અપડેટ દરમિયાન એક પણ ફ્લાઇટ રદ કરવામાં આવી નથી
IndiGoએ સ્પષ્ટ કર્યું છે કે આ અપડેટ દરમિયાન એક પણ ફ્લાઇટ રદ કરવામાં આવી નથી. થોડો વિલંબ થયો હતો, પરંતુ તમામ ઉડાનો શેડ્યૂલ મુજબ જ ચલાવવામાં આવી હતી. કંપનીનું કહેવું છે કે તેણે સલામતીનું પૂર્ણ પાલન કર્યું છે અને તમામ ટેક્નિકલ ચેક સમયસર પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.
અપડેટનો મુખ્ય હેતુ ફ્લાઇટ કન્ટ્રોલ મોડ્યુલ્સને વધુ સુરક્ષિત બનાવવાનો છે,
અપડેટનો મુખ્ય હેતુ ફ્લાઇટ કન્ટ્રોલ મોડ્યુલ્સને વધુ સુરક્ષિત બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં સોલાર રેડિએશન જેવી સમસ્યાઓથી કોઈ ટેક્નિકલ ગડબડ ન થાય. એરબસ દ્વારા જારી કરાયેલા એલર્ટ પછી, IndiGo અને Air India બંનેએ ઝડપથી કાર્યવાહી કરી અને પોતાની ફલાઇટ ઓપરેશન્સ ઉપર અસર ન પડે તેવા અસરકારક પગલાં લીધા.
A320 વિમાનોમાં સોફ્ટવેર અપગ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયાં છે
કુલ મળીને, A320 વિમાનોમાં સોફ્ટવેર અપગ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયાં છે અને મુસાફરોને કોઈ મોટો વિક્ષેપ સહન કરવો ન પડ્યો. IndiGoએ પોતાના સમયપત્રકને જાળવી રાખતાં સલામતી અને કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો: Air Flight News: Air Flight News: સૂર્યકિરણોથી ફ્લાઇટ કન્ટ્રોલમાં ખલેલ! ભારતમાં 200થી વધુ ફ્લાઇટ્સ થઇ પ્રભાવિત


