હોંગકોંગના તાઇ પો વિસ્તારમાં વાંગ ફુક કોર્ટ પરિસરમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 146 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 100 લોકો હજુ પણ ગુમ છે. આઠ માંથી સાત બિલ્ડિંગ બળીને ખાખ થઇ ગઇ. જેમાં આશરે 4600 લોકો રહેતા હતા. આગ હોલવ્યા બાદ હજુ પણ તે બિલ્ડિંગ માંથી મૃતદેહ મળી રહ્યા છે.
અગ્નિકાંડમાં 146 લોકોના મોત નીપજ્યા
અગ્નિકાંડમાં 146 લોકોના મોત નીપજ્યા
હોંગકોંગમાં ગયા અઠવાડિયે લાપરવાહીના કારણે 7 બિલ્ડિંગમાં અચાનક ભયંકર આગ લાગી ગઇ હતી. જેમાં 146 લોકોના મોત નીપજ્યા છે અને હાજરો લોકો બેઘર બન્યા છે. આ વચ્ચે લોકો મોટી સંખ્યામાં મદદ કરવા માટે આગળ આવ્યા છે. હોંગકોંગમાં અત્યાર સુધીમાં 115 મિલિયન ડોલર જમા થઇ ચૂક્યુ છે. પરંતુ જેમ જેમ આ ઘટના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. સરકાર પર પણ લોકો આરોપ લગાવી રહ્યા છે. એક વિક બાદ પણ તે ઘટના સ્થળે લોકો શોક વ્યક્ત કરવા આવી રહ્યા છે અને ત્યાં ફૂલ, કાર્ડ, સંદેશ મૂકી રહ્યા છે.
4600 પરિવાર રહેતા હતા આ બિલ્ડિંગમાં
આપને જણાવી દઇએ તે બુધવાર બપોરના સમયે આ વિસ્તારમાં આવેલી 7 બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી ગઇ હતી. આ બિલ્ડિંગમાં આશરે 4600 પરિવાર રહેતા હતા. મહત્વનુ છે કે અનેક લોકો બચ્યા તો અનેક લોકોના જીવ પણ ગયા છે. આ સિવાય હજુ પણ લોકોના મૃતદેહ મળી રહ્યા છે એટલે કે મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
રાહત અને બચાવ કાર્ય
આ ઘટના બાદ સરકાર અને દાતાઓએ મળીને આશરે 1.2 બિલિયન હોંગકોંગ ડોલર એકઠાં કર્યા છે. આ રૂપિયા બેઘર થયેલા લોકોને ફરીથી ઘર વસાવવામાં સહાયતા કરવામાં આવશે. જે રકમ મળી છે તેમાંથી સરકારે પીડિતોને રહેવાની પણ વ્યવસ્થા કરી છે. આ રકમ દ્વારા 683 લોકોને હોટલ અને હોસ્ટેલમાં પણ શિફ્ટ કરાવામાં આવ્યા છે.


