આ રહસ્ય વચ્ચે ઇમરાન ખાનની જેલમાં શું સ્થિતિ છે તે મામલે કોઇ સ્પષ્ટ માહિતી પ્રકાશમાં આવી નથી.
અસિમ મુનીરની સેના તણાવમાં
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ તેમને મળવા માટે અદિયાલ જેલ પહોંચશે. આ પ્રદર્શનોને જોતા રાવલપિંડીના મહત્વના વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઘેરાયુ છે. અહીં નામ માત્ર લોકતાંત્રિક સરકાર છે. પણ પરોક્ષ રીતે તમામ પરિસ્થિતિઓ સેનાના હાથમાં જ છે. આર્મી ચીફ અસિમ મુનીરનો વિરોધ કર્યા બાદ ઇમરાન ખાનને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.
અફવાઓના કારણે સ્થિતિ તણાવપૂર્ણ
જેલમાં ઇમરાન ખાન સાથે ગેરવર્તણૂંક થઇ રહી હોવાના કિસ્સાઓ અગાઉ પ્રકાશમાં આવ્યા હતા. પણ થોડા સમયથી ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી હોવાની અફવાઓએ પણ જોર પકડ્યુ છે. છેલ્લા એક મહિનાથી તેમનો કોઇ સંપર્ક થયો નથી. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાન સાથે તેમના કાર્યકરો કે પરિવારના સભ્યોનો કોઇ સંપર્ક થયો નથી. આ મુદ્દાને લઇને અદિયાલ જેલ બહાર પીટીઆઇના કાર્યકરોએ હોબાળો કરવાનું નક્કી કર્યુ છે. ઇમરાન ખાનની હત્યાની અફવાઓના કારણે સ્થિતિ તણાવપૂર્ણ છે.
શું છે મામલો ?
ઇમરાન ખાન ઓગષ્ટ 2023થી જેલમાં કેદ છે. અને તેમના પર ભ્રષ્ટાચારથી લઇને આતંકવાદ સુધીના કેસ દાખલ કરવામાં આવ્યા છે. PTI પાકિસ્તાન સરકાર પાસે સતત માગ કરી રહ્યુ છે કે, ઇમરાન ખાનની જેલની સ્થિતિ વિશે સ્પષ્ટ નિવેદન આપે. જેના કારણે અફવાઓનો જોર ધીમો થાય. અને સાથે જ પરિવારના સભ્યો તથા કાર્યકરોને ઇમારન ખાન સાથે મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવે.
આ પણ વાંચોઃ Putin India Visit Expenses: રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતનો ખર્ચ કેટલો અને કોણ ઉઠાવશે ખર્ચ?, જાણો


