સંસદ સત્ર દરમિયાન સાંસદ મિજૂહો ઉમેમુરાએ દેશમાં કબ્રસ્તાન બનાવવાની મુસ્લિમોની માગને ફગાવી હતી.
મુસ્લિમોની માગ ફગાવાઇ
દુનિયાભરમાં જાપાનને તેમના સાંસ્કૃતિક સિદ્ધાંતો માટે ઓળખવામાં આવે છે. તેઓ ક્યારેપણ સમજોતો કરવા તૈયાર નથી. એકવાર ફરીથી જાપાને પોતાની ઓળખ યથાવત્ રાખી છે. કબ્રસ્તાન બનાવવાની મુસ્લિમોની માગને જાપાને ફગાવી દીધી છે. જાપાને જણાવ્યુ છે કે, જાપાનમાં તેના નિયમો પ્રમાણે રહેવું પડશે. અહીં રહેનાર મુસ્લિમોની માગ હતી કે, જાપાનમાં તેમના માટે અલગથી કબ્રસ્તાન બનાવવામાં આવે. જ્યાં તેઓ પોતાના સ્વજનોને દફનાવી શકે.
શું છે જાપાનની સંસ્કૃતિ ?
આ માગ સાંસદ સુધી પહોંચી હતી. સંસદ સત્ર દરમિયાન સાંસદ મિજૂહો ઉમેમુરાએ દેશમાં કબ્રસ્તાન બનાવવાની મુસ્લિમોની માગને ફગાવી હતી. તેમનું કહેવું છે કે, જાપાનમાં 99 ટકા મૃતદેહોનું અંતિમ સંસ્કાર પરંપરા મુજબ દાહ-સંસ્કાર કરવામાં આવે છે. આ જાપાનની સંસ્કૃતિ છે.
જાપાને કેમ ફગાવી કબ્રસ્તાનની માગ ?
જાપાની સાંસદ ઉમેમુરાએ કહ્યુ હતુ કે, મુસ્લિમ કબ્રસ્તાનોની માગ સ્વીકાર્ય નથી. જાપાનમાં દાહ-સંસ્કાર પરંપરા છે. મુસ્લિમો માટે સૌથી સારો વિકલ્પ એ જ છે કે, તેઓ તેમના સ્વજનોના મૃતદેહ તેમના દેશ મોકલે. અને ત્યાં જ દફનાવે. આ નિવેદન એવા સમયે સામે આવ્યુ છે જ્યારે જાપાનના પીએમ સાનેએ તાકાઇચી પોતાના તટસ્થ નિવેદનો અને કંઝર્વેટીવ નેતા તરીકે ઓળખ ધરાવે છે. જાપાનમાં તેના જ નીતિ-નિયમોનું પાલન થશે.
સીમિત મુસ્લિમ કબ્રસ્તાન
એક અનુમાન મુજબ જાપાનમાં મુસ્લિમ વસ્તી લગભગ 2 લાખથી ઉપર પહોંચી છે. જેના કારણે અંતિમ વિધીમાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે. કેટલીક નગરપાલિકાઓએ સીમિત મુસ્લિમ કબ્રસ્તાન બનાવ્યા છે. પરંતુ રાષ્ટ્રીય સ્તર પર સંદેશ સ્પષ્ટ છે. જાપાન પોતાની વસ્તીની સંખ્યા જોઇને વિદેશી શ્રમિકોને તો બોલાવશે પણ સાંસ્કૃતિક સમાયોજન એકતરફી જ રહેશે. તેનો અર્થ એ છે કે, જાપાનમાં રહેવું હશે તો જાપાનની જેમ જ રહેવું પડશે.
આ પણ વાંચોઃ બીજાપુરમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 2 સૈનિકો શહીદ, 7 નક્સલીઓ ઠાર


