ભાજપના નેતા અને લોહાણા સમાજ અમરેલી જિલ્લાના પ્રમુખ ડો. ભરત કાનાબાર દ્વારા ‘X’ પર કરાયેલા ટ્વીટમાં તેમણે ‘અમરેલીનું નામ પડે એટલે છોકરીવાળા સીધી ના પાડી દે’ તેમ જણાવ્યું હતું. તેને લઈને સામાજિક અગ્રણી સુરેશ દેસાઈએ પ્રતિક્રિયા આપી છે. સુરેશ દેસાઈના મતે ડો. કાનાબારના ટ્વીટ બાદ યુવા પેઢીમાં શહેરીકરણની હોડ સ્પષ્ટ જોવા મળે છે. તેઓ કહે છે કે યુવાનો અને તેમના પરિવારો મહેનત કરીને નાના 10×10 ફૂટના રૂમમાં રહેવું પસંદ કરે છે પરંતુ શહેરમાં જ રહેવાની માનસિકતા બનાવી છે.
દીકરીઓના માતા-પિતાને ખાસ વિચાર કરવા વિનંતી
તેમણે ઉમેર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારો કે નાના સેન્ટરમાં મોટી જમીન, સારો વ્યવસાય અને સારી આવક હોવા છતાં યુવાનો અને દીકરીઓને ગામડામાં રહેવું ગમતું નથી. સુરેશ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કોઈ એક સમાજ કે જ્ઞાતિનો નહીં પણ એક સામાજિક પ્રશ્ન છે. તેમણે દીકરીઓના માતા-પિતાને ખાસ વિચાર કરવા વિનંતી કરી છે કે નાના સેન્ટરમાં સારી આવક, વ્યવસ્થિત અને સારા વિચાર ધરાવતા યુવકને સબંધમાં પ્રાધાન્ય આપવું જોઈએ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


