વ્લાદિમીર પુતિનની ઘડિયાળોનું કલેક્શન એટલું ખાસ અને મોંઘું માનવામાં આવે છે કે રશિયામાં વિરોધ પક્ષોએ એવો પણ દાવો કર્યો છે કે પુતિનની ઘડિયાળનું કાળકેશન તેમની જાહેર કરેલી કુલ સંપત્તિ કરતાં વધુ છે.
લક્ઝરી ઘડિયાળોના શોખીન છે પુતિન
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન લક્ઝરી ઘડિયાળ કલેક્શનમાં ખૂબ રસ ધરાવે છે. ઘણીવાર તેમના આ શોખ વિશે એવા સમાચારો પણ બહાર આવ્યા છે કે જે પુતિનના મોંઘી ઘડિયાળો પ્રત્યેના શોખને દર્શાવે છે. વ્લાદિમીર પુતિનને ઘણીવાર મોંઘી અને ખાસ ડિઝાઇન કરેલી લક્ઝરી ઘડિયાળો પહેરતા જોવા મળ્યા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ લગભગ એક દાયકા પહેલા, તેમને પેટેક ફિલિપ પર્પેચ્યુઅલ ઘડિયાળ પહેરતા જોવા મળ્યા હતા. તે સમયે, તેની કિંમત ₹4.8 મિલિયન હતી.
મગરના ચામડામાંથી બનેલી ઘડિયાળો પહેરે છે પુતિન!
અહેવાલ મુજબ પુતિનને લક્ઝરી ઘડિયાળોનો એટલો મોટો શોખ છે કે તેઓ તેની કિમત વિશે ક્યારેય નથી વિચારતા. એક અહેવાલ મુજબ પુતિન બ્લેન્કપેઈનની લેમન એક્વા લોંગ ગ્રાન્ડે ડેટ ઘડિયાળ પહેરેલા પણ જોવા મળ્યા હતા, જેની કિંમત આશરે ₹1 મિલિયન છે. પુતિન જે સૌથી મોંઘી ઘડિયાળ પહેરે છે તે મગરના ચામડા, નીલમ કાચ અને પ્લેટિનમથી બનેલી હોવાનું કહેવાય છે. તે A. Lange & Söhne Tourbograph ઘડિયાળ છે, જેની કિંમત આશરે ₹4.5 કરોડ કહેવામાં આવે છે.
પુતિનનું ઘડિયાળ કલેક્શન વાયરલ થયું
રશિયાના વિરોધ પક્ષ, સોલિડેરિટીએ એક વખત રાષ્ટ્રપતિને મોંઘી ઘડિયાળો પહેરેલો દર્શાવતો એક વીડિયો બહાર પાડ્યો હતો, જે ઓનલાઈન વાયરલ થયો હતો. સોલિડેરિટીએ જણાવ્યું હતું કે પુતિનના ઘડિયાળ કલેક્શનની કિંમત ઓછામાં ઓછી 22 મિલિયન રુબેલ્સ છે.સોલિડેરિટી સભ્ય અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન બોરિસ નેમત્સોવ આ વીડિયો સાથે એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પુતિને આ કલેક્શન મેળવવા માટે છ વર્ષ સુધી ખાવા-પીવાનો ત્યાગ કર્યો હતો.
આ પણ વાંચો : Baba Vanga પછી, બીજા કયા બાબાઓ વિશ્વમાં થયા ફેમસ, જેમની ભવિષ્યવાણી એકદમ સાચી પડી?


