વેરાવળના દરિયામાં આજે સવારે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક ફિશિંગ બોટ ડૂબી જતાં એક માછીમારનું મૃત્યુ થયું છે. આ દુર્ઘટના સવારે આશરે 7:30 વાગ્યે વેરાવળથી માત્ર 2 નોટીકલ માઈલ દૂર દરિયામાં બની હતી. મળતી માહિતી મુજબ, બોટમાં સવાર ખલાસીઓ ફિશિંગ માટે પાથરેલી જાળ પરત ખેંચી રહ્યા હતા તે જ સમયે કોઈ કારણસર બોટ અચાનક ડૂબી ગઈ હતી.
માછીમારોએ જીવ બચાવ્યો
આ દુર્ઘટનામાં બોટમાં સવાર કુલ 5 ખલાસીઓ પૈકી 4 અન્ય ખલાસીઓને આસપાસના માછીમારોની મદદથી સહીસલામત બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, બોટ ડૂબી જવાથી માછીમાર અરવિંદ ભારાવાલાનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. સમગ્ર વિસ્તારના માછીમાર સમાજમાં આ દુર્ઘટનાને કારણે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો : Mehsana News : કડીમાં ધંધાની જૂની અદાવત લોહિયાળ બની, હેર સલૂનમાં યુવક પર તલવારથી હુમલો કરી કારમાં અપહરણ


