ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ODI સીરિઝ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે.1-1ની બરાબર થઈ ગઈ છે ત્યારે આ સીરિઝ હવે નિર્ણાયક બની ગઈ છે.અને અંતિમ મેચ વિશાખાપટ્ટનમના ડૉ.વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA સ્ટેડિયમ ખાતે રમાશે.ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકા સામે ODI માં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.દરમિયાન,દક્ષિણ આફ્રિકા 10 વર્ષના પ્રતીક્ષા પછી ભારતમાં ODIસીરિઝ જીતવાનો પ્રયાસ કરશે.
વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
વિશાખાપટ્ટનમનું મેદાન હંમેશા ભારતીય ટીમ માટે ખુશનુમા રહ્યું છે.અહીં રમાયેલી 10 ODI મેચમાંથી,ભારતે સાત જીતી છે.ફક્ત બે હાર્યું છે અને એક ટાઈ થઈ છે.આનો અર્થ એ થાય કે જીત ટકાવારી 70 ટકાથી વધુ છે.જો કે આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો છેલ્લો ODI વિજય 2019માં આવ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો 2023માં ભારત સામેનો વિજય ચોક્કસપણે કેટલીક ચિંતાઓ ઉભી કરે છે.હવે છ વર્ષ પછી ભારતીય ટીમ આ મેદાન પર ફરી જીત મેળવવા માંગશે અને ચાહકોને આશા છે કે જૂનો જાદુ ફરીથી કામ કરશે.
દક્ષિણ આફ્રિકા આ મેદાનથી અજાણ
બીજી બાજુ આ મેદાન દક્ષિણ આફ્રિકા માટે સંપૂર્ણપણે અજાણ્યું છે.દક્ષિણ આફ્રિકાએ અહીં એક પણ ODI રમી નથી.જોકે તેઓએ 2019માં એક ટેસ્ટ મેચ અને 2022માં એક T20 મેચ રમી હતી.પરંતુ તેઓ બંને હારી ગયા.આનો અર્થ એ થયો કે વિશાખાપટ્ટનમની ધરતી પર દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ શૂન્ય રહ્યો છે.તેથી આ સિરીઝ જીતવા માટે દક્ષિણ આફ્રિકાએ વિશાખાપટ્ટનમનો ઇતિહાસ બદલવો પડશે અને આ મેદાન પર જીતનો ખાતો ખોલવો પડશે.
બંને ટીમોના સંભવિત ખેલાડીઓ
ટીમ ઈન્ડિયા: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ, ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, તિલક વર્મા.
દક્ષિણ આફ્રિકા: એડન માર્કરામ, રાયન રિકેલ્ટન, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), મેથ્યુ બ્રીટ્ઝકે, ટોની ડી જોર્ઝી, ડેવાલ્ડ બ્રુઇસ, માર્કો જેન્સન, કોર્બિન બોશ, પ્રેનેલન સુબ્રાયેન, નાન્દ્રે બર્ગર, ઓટનિલ બાર્ટમેન, કેશવ મહારાજ, લુંગી ન્ગીડી, રૂબિન હાર્મન.


