થાઇલેન્ડની સૌથી રસપ્રદ પરંપરાઓમાંની એક તેના રાજાઓ માટે “રામ” શબ્દનો ઉપયોગ છે. આનો અર્થ એ છે કે રાજાઓને રામનું બિરુદ આપવામાં આવે છે. ભલે તે રામ I હોય, રામ V હોય, કે વર્તમાન રાજા X (રામ X). આ પદવી ભારતની સદીઓ જૂની ધાર્મિક સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. ચાલો જોઈએ કે અહીંના રાજાને રામનું બિરુદ કેમ આપવામાં આવ્યું છે.
ચક્રી વંશના થાઈ રાજાઓએ અપાય છે આ પદવી
હિન્દુ ધર્મમાં, ભગવાન રામને વિષ્ણુના સાતમા અવતાર અને એક આદર્શ રાજા તરીકે પૂજવામાં આવે છે. ચક્રી વંશના થાઈ રાજાઓએ આ પદવીનો ઉપયોગ ભગવાનની શક્તિ, ધર્મ અને પ્રાચીન માન્યતાને પ્રતિબિંબિત કરવા માટે કર્યો હતો, અને એ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે રાજાઓ આધ્યાત્મિક રીતે ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા હોય છે.
રામાયણથી પ્રભાવિત છે થાઈલેન્ડની સંસ્કૃતિ
થાઇલેન્ડની સાંસ્કૃતિક ઓળખ ભારતીય મહાકાવ્ય રામાયણથી ખૂબ પ્રેરિત છે. થાઇલેન્ડમાં રામાયણને રામકિયન તરીકે ઓળખવામાં આવે છે. આ મહાકાવ્યએ થાઇ કલા, સાહિત્ય અને શાહી વિધિઓને આકાર આપ્યો છે. આ પરંપરા થાઈલેન્ડના રાજા બુદ્ધ યોદફા ચુલાલોકે શરૂ કરી હતી. જેમને રામ પ્રથમના નામથી ઓળખવામાં આવ્તા હતા. તેઓ 1782માં ચક્રી રાજવંશના સ્થાપક હતી. તેમણે રામાથીબોડીનું બિરુદ અપનાવ્યું. ત્યાર પછીના દરેક રાજાએ આ પરંપરા ચાલુ રાખી.
રાજાને માનવામાં આવે છે પૃથ્વી પર ભગવાનનો પ્રતિનિધિ
થાઇલેન્ડની ભૂતપૂર્વ રાજધાની અયુત્યાનું નામ ભારતમાં ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા પરથી રાખવામાં આવ્યું હતું. અયોધ્યા સાથેનું આ પ્રતીકાત્મક જોડાણ ભારત અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રતિબિંબિત કરે છે. થાઈ માન્યતામાં, રાજાને પૃથ્વી પર ભગવાનનો પ્રતિનિધિ માનવામાં આવે છે. વધુમાં થાઈ માન્યતા એવી પણ છે કે રાજા ભગવાન વિષ્ણુના ગુણો ધરાવે છે. રામનું બિરુદ રાજાના આધ્યાત્મિક કદને નોંધપાત્ર રીતે મજબૂત બનાવે છે.
20મી સદીમાં, રાજા વજીરવૃદ્ધે અંગ્રેજી નંબરિંગ સિસ્ટમ રજૂ કરી, જેમ કે રામ 1, રામ 2, રામ 3, વગેરે. આનાથી પશ્ચિમી દેશો સાથે વાતચીત સરળ બની, અને વિદેશીઓ માટે દરેક રાજાને ઓળખવાનું અને યાદ રાખવાનું સરળ બન્યું.
આ પણ વાંચો: Worldના સૌથી શક્તિશાળી નેતામાં જેમની ગણના થાય છે એવા વ્લાદિમીર પુતિન સ્માર્ટફોન કેમ નથી વાપરતા?


