પાકિસ્તાનમાં આંતરકી સ્તરે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાખાનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જયારે પાકિસ્તાનની સરહદ પર હાલમાં તણાવની સ્થિતિ જોવા મળી. ગઈકાલે 5 ડિસેમ્બર શુક્રવારના રોજ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પણ ભારે ગોળીબાર જોવા મળ્યો. શુક્રવારે મોડી રાત્રે, બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ગોળીબાર થયો તેમાં અફઘાનિસ્તાનના 4 નાગિરકો માર્યા ગયા.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ તણાવ
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર વધતા તણાવ યુદ્ધવિરામનું ઉલ્લંઘન દેખાય છે.શુક્રવારે મોડી રાત્રે સરહદ પર થયેલ ગોળીબારની ઘટનાએ બે મહિનાથી ચાલી રહેલા નાજુક યુદ્ધવિરામ પર પ્રશ્નો ઉભા કર્યા છે. સાઉદી અરેબિયામાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી દક્ષિણ એશિયાઈ પડોશીઓ વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ચમન અને સ્પિન બોલ્ડક વિસ્તારોમાં ગોળીબાર થયો હતો. બંને પક્ષોના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે અથડામણ થઈ હતી. આ ગોળીબારને લઈને બંને પક્ષો એકબીજા પર હુમલો શરૂ કર્યાનો આરોપ લગાવી રહ્યા છે.
બંને દેશોએ પહેલા હુમલો કર્યોનો આક્ષેપ
મીડિયા અહેવાલ મુજબ પાકિસ્તાની પોલીસ અધિકારી મોહમ્મદ સાદિકનો દાવો છે કે પાકિસ્તાની સૈન્ય અત્યંત સતર્કતા સાથે દેશની સુરક્ષા જાળવી રહ્યું છે. પરંતુ ગઈકાલે અફઘાનિસ્તાન બાજુથી ગોળીબાર શરૂ થયો હતો. અને તેના કારણે પાકિસ્તાની સૈનિકોએ આ ગોળીબારમાં જવાબી કાર્યવાહી કરી હતી. દરમિયાન અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ પણ પાકિસ્તાને હુમલાની શરૂઆત કરી હોવાની આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાની દળોએ પહેલા હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો, જેના કારણે અફઘાન સૈનિકોને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદો તંગદિલી
અગાઉ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. ઓક્ટોબરમાં બંને દેશો વચ્ચે થયેલી ઘાતક અથડામણમાં ડઝનબંધ સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. ઓક્ટોબરમાં કતાર દ્વારા મધ્યસ્થી કરાયેલ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો, જેનાથી પરિસ્થિતિ કંઈક અંશે શાંત થઈ હતી. ઇસ્તંબુલમાં શાંતિ મંત્રણા વધુ સફળ ના રહી અને તેના કારણે બંને દેશોની સરહદ પર સતત તણાવ વધી રહ્યો છે. ફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી સુરક્ષા પડકારો વધુ વકરી રહ્યા હોવાનો પાકિસ્તાને આરોપ મૂકયો.


