શિયાળો એટલે ફક્ત ઠંડીની સિઝન નહીં ખાવાની ભરપૂર સિઝન. આ દિવસોમાં લોકો ગરમ પીણાંથી લઈને વિવિધ પ્રકારના વાનગીઓ ખાવાનું પસંદ કરે છે. એવું કહેવાય છે કે શિયાળામાં અડદિયો પાક, મેથી પાક અને ગુંદર પાક ખાવાથી આખું વર્ષ તમે બીમાર પડશો નહી. ઠંડીના દિવસોમાં આજે પણ અનેક લોકો ચ્યવનપ્રાશનું સેવન કરે છે. બાળકોથી લઈને ઉંમરલાયક વ્યક્તિઓ તેનું સેવન કરી શરીર સ્વસ્થ અને બીમારીઓને દૂર રાખે છે.
આયુર્વેદિક દવા છે ચ્યવનપ્રાશ
ચ્યવનપ્રાશ મૂળરૂપે એક આયુર્વેદિક દવા છે. એવું કહેવાય છે કે તે ઋષિ ચ્યવન દ્વારા તેમની શક્તિ અને યુવાની પાછી મેળવવા માટે બનાવવામાં આવી હતી, તેથી તેનું નામ ચ્યવનપ્રાશ રાખવામાં આવ્યું છે. આયુર્વેદ તેને એક ટોનિક તરીકે વર્ણવે છે જે શક્તિ વધારે છે, તંદુરસ્તીને પ્રોત્સાહન આપે છે, મનને તેજ બનાવે છે અને આયુષ્યને પ્રોત્સાહન આપે છે. આયુર્વેદ એમ પણ કહે છે કે જે લોકો તેનું નિયમિત સેવન કરે છે તેઓ પાચન અને મોસમી રોગોથી મુક્ત રહે છે, ઉર્જાથી ભરપૂર હોય છે અને સુંદર ત્વચા ધરાવે છે. પુરાણો તેને કાયાકલ્પ કરનારી સારવાર તરીકે વર્ણવે છે.
ચ્યવનપ્રાશનું સેવન કરવાના જાણો ફાયદા
શિયાળામાં શરીર મજબૂત બનાવવા ચ્યવનપ્રાશનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ચ્યવનપ્રાશ ખાવાથી શરીરને આટલા ફાયદા થશે. દરરોજ તમે ચ્યવનપ્રાશનું સેવન કરશો તો રોગપ્રતિકારક શક્તિ વધશે, સુસ્ત શરીરમાં ઊર્જાનો સંચાર થશે, પાચનક્રિયામાં સુધારો થતા કબજીયાતની સમસ્યામાં રાહત મળશે. ચ્યવનપ્રાશ આર્યુવેદિક દવાનું કામ કરે છે તે શ્વસનતંત્રને મજબૂત કરવા તેમજ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. બાળકોની યાદશક્તિ સુધરે છે એકાગ્રતા મળે છે. ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આટલા બધાગુણોથી ભરપૂર હોવાથી ચ્યવનપ્રાશ એક જડીબુટી છે.
ચ્યવનપ્રાશ કેમ ગુણકારી કરાયો અભ્યાસ
નોંધનીય છે કે આધુનિક સંશોધન હવે પ્રાચીન ઉપચાર પદ્ધતિઓના મહત્વ પર ફરીથી ભાર મૂકી રહ્યું છે. તાજેતરમાં વિવિધ કંપનીના ચ્યવનપ્રાશને લઈને અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અભ્યાસોમાં સામે આવ્યું કે ચ્યવનપ્રાશનું સેવન રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તેમાં રક્ષણાત્મક એન્ટિબોડીઝ વધારે છે અને એલર્જીને દૂર કરે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો પણ છે. કેટલાક પરિણામો સૂચવે છે કે દૈનિક સેવન વિટામિન સપ્લિમેન્ટ્સ જેટલું જ છે.
આ પણ વાંચો : Cancer Disease : કેન્સરના જોખમથી દૂર રહેવા આહારમાં સામેલ કરો લાલ રંગની આ શાકભાજી, જાણો ફાયદા
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


