ભરૂચ જિલ્લાના હાંસોટથી સુરત વચ્ચે સાહોલ ખાતેનો પુલ જર્જરિત હોવાથી બે મહિનાથી બંધ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી કામ શરૂ કરાયુ નથી. જાહેરનામા મુજબ આ પુલ ઉપરથી માત્ર ટુ વ્હિલર અને ફોર વ્હિલ વાહનો પસાર થવાની મંજૂરી છે જ્યારે બસ, ટ્રક, હાઇવા, ડમ્પર જોવા હેવી વાહનો માટે પ્રતિબંધ છે. તેમ છતાં હેવી વ્હિકલો ઉપરાંત વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી શૈક્ષણીક સંસ્થાઓની બસો પણ આ પુલ ઉપરથી પસાર થાય છે. એસટી બસ સરકારી હોવાથી આ પુલ ઉપરથી પસાર થતી નથી જેના કારણે હાંસોટ અને સુરત વચ્ચે રોજ અપડાઉન કરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
હાંસોટ થી સુરત રોજ એક હજારથી વધુ લોકો અપડાઉન કરે છે જેમાં નોકરીયાતો, શ્રમીકો અને દર્દીઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને છેલ્લા બે મહિનાથી ભારે તકલીફ્નો સામનો કરવો પડી રહ્યો છે. પુલ જર્જરીત છે અને તેનું સમારકામ કરવાનું છે. પરંતુ બે મહિનાથી સમારકામ શરૂ કરાયુ નથી. હાંસોટના લોકોને હજુ એક વર્ષ રાહ જોવી પડે તેમ લાગી રહ્યું છે હાલ ફ્ક્ત ફોરવહીલર તથા ટુવ્હીલરને જ આ પુલ ઉપરથી જવું તેવુ જાહેરનામું છે પણ આ જાહેરનામાંનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે. લક્ઝરી તથા ટ્રક ઉપરાંત વડોલી વાંકથી કીમ સુધીના રસ્તા ઉપર આવેલ શૈક્ષણિક સંસ્થાઓની વિદ્યાર્થીની બસો પણ આ પુલ ઉપરથી વિદ્યાર્થીઓના જીવના જોખમે રોજ પસાર થાય છે લોકોની માગ છે કે આ પુલને તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધ લગાવીને ઝડપથી રિપેરિંગ કરવામાં આવે.
https://sandesh.com/maru-saher-maru-gaam


