એર ઇન્ડિયા એક્સપ્રેસની જેદ્દાહથી કાલિકટ જઇ રહેલી ફ્લાઇટનું કેરળના કોચ્ચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. આ ફ્લાઇટમાં 160 યાત્રી સવાર હતા. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ફ્લાઇટમાં ટેકનિકલી ખરાબીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે.
160 પેસેન્જર સવાર હતા
મળતી માહિતી પ્રમાણે 160 પેસેન્જરને લઇને એર ઇન્ડિયાની ફ્લાઇટ જેદ્દાહથી કાલિકટ જઇ રહી હતી. ફ્લાઇટ ઉપડ્યાના થોડોક સમય બાદ ટેકનિકલ ખરાબી હોવાને કારણે તેને કેરળના કોચ્ચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ.પાયલટની સૂઝબૂઝને કારણે 160 યાત્રીઓના જીવ બચી ગયા.લેન્ડિંગ ગિયર અને ટાયર ફેલિયરને કારણે ટેકનિકલ ખામીને કારણે કોચ્ચી વાળવામાં આવી હતી.
ટેકનિકલ ખામીને કારણે કોચ્ચી લેન્ડિંગ કરાયું
એક અધિકારીએ આ ઘટના અંગે જણાવ્યુ છે. કોઝિકોડ જઇ રહેલી એર ઇન્ડિયાની એક્સપ્રેસની ફ્લાઇટ ગુરૂવારે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ, શરૂઆતી તપાસમાં સામે આવ્યુ કે લેન્ડિંગ ગિયર અને ટાયર ફેલ થવાને કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ હતુ. આ ફ્લાઇટમાં 160 યાત્રી સવાર હતા. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે એક નિવેદનમાં કહ્યુ કે તેમણે જેદ્દાહથી કોઝિકોડ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX 398 ના સલામત ઇમરજન્સી લેન્ડિંગમાં સફળતાપૂર્વક મદદ કરી, જેને લેન્ડિંગ ગિયર અને ટાયર ફેલિયરને કારણે ટેકનિકલ ખામીને કારણે કોચી વાળવામાં આવી હતી.


