ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 સીરિઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.આ મેચમાં અમદાવાદના હવામાન પર ફેન્સની નજર મંડાયેલી છે. હવે જોવાનુ એ રહેશે કે કેવી રીતે ભારતીય ટીમ પોતાનો દમદાર અંદાજ બતાવીને સીરિઝ પોતાના નામે કરશે.
લખનઉમાં ફોગને કારણે ટોસ પણ નહોતો થયો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચોથી ટી20 મેચ ફોગને કારણે વગર ટોસે જ રદ્દ કરી દેવામાં આવી હતી. આ ઘટનાએ અમદાવાદમાં થનારી સીરિઝની છેલ્લી મેચ પહેલા જ નવી ચિંતા ઉભી કરી છે. ઉત્તર ભારતમાં ઠંડીની ઋતુમાં પ્રદુષણ અને ફોગની સમસ્યા વધતી જાય છે. લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહાર વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બનેલી પરિસ્થિતિએ ફેન્સ અને ક્રિકેટર બંનેને નિરાશ કર્યા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે T20 મેચ
હવે પાંચમી અને છેલ્લી T20 મેચ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. અમદાવાદની સ્થિતિ સામાન્ય રીતે લખનઉ કરતાં વધુ વિશ્વસનીય રહી છે, અને આ મેદાન ઉચ્ચ સ્કોરિંગ અને રોમાંચક T20 મેચો પહેલાથી જ જાણીતું છે.ભારત હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. આનો અર્થ એ થયો કે ટીમ ઈન્ડિયા હવે આ શ્રેણીને ગુમાવે તેવુ પોસાય એમ નથી. તો બીજી તરફ, દક્ષિણ આફ્રિકા આ મેચ જીતીને શ્રેણી બરાબર કરવાનો પ્રયાસ કરશે.
અમદાવાદની સ્થિતિ હાલ લખનઉ કરતા થોડી સામાન્ય
લખનઉમાં મેચ રદ્દ થયા બાદ હવે સૌની નજર અમદાવાદના હવામાન પર છે. અમદાવાદની સ્થિતિ હાલ લખનઉ કરતા થોડી સામાન્ય અને સારી નજર આવી રહી છે. અમદાવાદમાં સવારથી જ વાતાવરણ સાફ અને સ્પષ્ટ છે અને તડકો આવી રહ્યો છે. એટલે કે ફોગને કારણે મેચમાં કોઇ રૂકાવટ આવવાની કોઇ સંભાવના નથી. હાલની સ્થિતિને જોતા મેચ સમય પર જ શરૂ થશે. હવે જોવાનુ એ રહેશે કે આ મેચ કોણ જીતે છે?


