તિરૂપતિ-બાલાજીની તીર્થભૂમિ પર યોજયેલી રામકથાનું ભાવપૂર્ણ-સમાપન
હવે પછીની રામકથા તા.3-૧-૨૬ થી તા.૧૧-૧-૨૬ દરમ્યાન શ્રીંગીઋષિ આશ્રમ-લખીસરાઇ (બિહાર)ની ભૂમિ પર યોજાશે
ભગવા ન પહેર્યા હોય એ પણ ભગવાન હોઇ શકે છે!
ભગવાન વ્યંકટેર પ્રભુ-માતા પદ્માવતી (તિરૂપતિ-બાલાજી)ની તીર્થભૂમિ પર પ્રવાહિત થયેલી રામકથા માનસ ત્રિપતિનું ગઇકાલે (રવિવારે) ભાવપૂર્ણ વાતાવરણમાં સમાપન થયું હતું. ગત શનિવારની રામકથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં બાપુએ કહ્યું હતું કે શ્રીનો અર્થ ભકિત, લક્ષ્મી એક અર્થ માયા પણ છે. આપણી પરંપરામાં શ્રી શબ્દ સ્ત્રી-પુરૂષ બન્ને માટે પ્રયોજાય છે. પુરૂષ વિગ્રહ માટે આપણે ‘શ્રીમાન’ પણ બોલીએ છીએ. વેદ આપણી પરમ સંપદા છે. આ ભૂમિ પર વેદોનો સારો પ્રસાર છે મને જાણવા મળ્યું છે અહીં પ્રત્યેક પુરોહિત બ્રાહ્મણના ઘરે પાંચ-પાંચ છાત્રોને ભણાવાય છે. વેદાભ્યાસ કરાવાય છે આ ખૂબ સારી વાત છે. બાપ, વેદો ભારતીય સંસ્કૃતિની પરમ પ્રવાહી પરંપરા છે. પણ આજે ઘણા સ્થાનો પર વેદ વેંચાય છે, એ આપણું દુર્ભાગ્ય છે!
સમ્રાટ સિકંદર ભારત આવે છે. ભારત આવવાનો હતો ત્યારે એને એના સાથીઓએ સિકંદરને કહ્યું કે તમે ભારત જાઓ છો તો ત્યાંથી ઋગ્વેદ સંહિતા લાવજો. સિકંદર પંજાબ આવે છે અને પંજાબના એક બ્રાહ્મણ પાસે જાય છે અને એને કહે છે કે મને ઋગ્વેદ સંહિતા આપો. બ્રાહ્મણે વિચાર્યુ કે જો હું સિકંદરને ના કહીશ તો મારી હત્યા નિશ્ચિત છે! એટલે બ્રાહ્મણે કહ્યું કે સમ્રાટ આપને હું ઋગ્વેદ સંહિતા ચોક્કસ આપીશ પણ મને ચોવીસ કલાકની મુદત આપો. સિકંદરે કહ્યું ભલે ચોવીસ કલાક પૂર્ણ થયે સિંકદર પાછો બ્રાહ્મણ પાસે આવે છે અને ત્યારે બ્રાહ્મણ યજ્ઞકુંડ પાસે બેસીને ઋગ્વેદની એક એક સંહિતા યજ્ઞકુંડમાં પધરાવી રહ્યો હતો. સિકંદર તો આ દ્રશ્ય જોતો જ રહી ગયો! એણે બ્રાહ્મણને ગુસ્સાથી કહ્યું તમે બ્રાહ્મણ થઇને ખોટું બોલ્યા છો, મને ઋગ્વેદ સંહિતા આપવાનું વચન આપ્યું હતું ને તમે આ શું કર્યુ? ત્યારે બ્રાહ્મણ બોલ્યો સમ્રાટ આ મારો દિકરો તમને સોંપુ છું એને ઋગ્વેદ કંઠસ્થ છે! એમ કહી બ્રહ્મદેવ યજ્ઞકુંડમાં આભસર્મપણ કરી દે છે!
તમે સાચા હો તો પણ તમને કોઇ છોડીને તમારૂ તમને છોડીને જતા રહે ત્યારે તમારા મોરારિબાપુના વચન પર વિશ્વાસ રાખજો કે (આ મારો વર્ષોનો અનુભવ છે) એ તમને છોડીને જનાર ભવિષ્યમાં એ પાછા આવશે જ! તમારી પરિક્રમા કરશે. મારા ભાઇઓ-બહેનો, કયારેય આળા ન થાવ, દુ:ખના ઓળા ઉતરશે. કયારેય કોઇ શોક ન કરવો પણ એની સ્મૃતિ કરો.
ગઇકાલે રવિવારે કથાના સમાપન દિવસે બાપુએ પ્રેમસંવાદ કહ્યું હતું કે આપણે સૌ કોઇ પરમની અધ્યક્ષતામાં સેવા કરી રહ્યાં છીએ. સમગ્ર પ્રકૃતિ પ્રભુની જ અધ્યક્ષતામાં કાર્યરત છે. સક્રિયને સક્રિય કરે એ તત્વ રઘુપતિ છે. ભાગવદજીમાં પ્રહલાદે સેવા ન અંગો દર્શાવ્યા છે એ સેવાના આયામો મુજબ આપણે સૌ યથાશકિત પ્રયત્ન કરીએ તો જીવન સાર્થક છે. સેવાના છ આયામો આ પ્રમાણે છે (૧) નમસ્કાર-નમ એટલે નમક (મીઠુ)નો ભાવ, જેમ મીઠુ જે પદાર્થમાં ભળે એને પોતાનો સ્વભાવ છોડીને જે તે પદાર્થનો ભાવ ધારણ કરે છે એમ નમસ્કાર નમ ભાવ રાખવો (૨) સ્તુતિ એટલે ઇશ્વરના સ્વભાવની સ્તુતિ કરવી. ઘણા લોકો સેવાની સાથે નિંદા પણ કરે! (3) કર્મ (૪) પ્રભુની પૂજા એટલે જે પ્રભુના છે તેને પૂજય સમજવા એ પૂજા ભાવ રાખવો (૫) ચરણોની સ્મૃતિ-પ્રભુ-પરમાત્મા-બૃધ્ધપુરૂષ-ગુરૂના ચરણોની સ્મૃતિ. આપણી પરંપરા મુખ અને ચરણની સ્મૃતિનું મહત્વ છે. મુખ કરતાં પણ વિશેષ ચરણોની સ્મૃતિ કેમ કે મુખમાં માયા છે. આપણે ત્યાં ગવાયું છે કે મુખડાની માયા લાગી રે અને (૬) શ્રવણ સાંભળવું, સતત નિરંતર શ્રાવણ લાભ. કથાએ બોધની જનની છે. રામચરિત માનસ એ સ્વયં ત્રિપતિ છે.
મોરારિબાપુની હવે પછીની રામકથા બિહારના લખીસરાઇ, શ્રીંગીઋષિ આશ્રમની દિવ્ય તપોભૂમિ પર તા.૦3-૦૧-૨૬ થી તા.૧૧-૦૧-૨૬ દરમ્યાન યોજાશે. આ રામકથાનું જીવંત પ્રસારણ પણ ‘આસ્થા’, વૈદિક ટીવી ચેનલ પરથી તેમજ ચિત્રકૂટ ધામ તલગાજરડાની યુ-ટયુબ ચેનલ પરથી નિયત સમયે જીવંત પ્રસારણ થશે. જેનો લાભ કથાપ્રેમીઓ, બાપુ પ્રેમીઓ ઘરે બેઠા નીહાળી શકશે.
કથામૃત
(૧) કિસી પર વોચ રખના નહીં, વોચ કરનાં!
(૨) કયારેય આળા ન થાવ! દુ:ખના ઓળા ઉતરશે!
(3) મનુષ્ય જીવન મળ્યું છે એ જ લાભ છે, કોઇ બુધ્ધપુરૂષ મળી જાય એ પરમ લાભ છે!
(૪) તમને છોડીને જતાં રહેનાર ભવિષ્યમાં તમારી પરિક્રમા કરવા પાછા આવશે!
અહીં પયમ્બરની જીભ જુઓ, વેંચાય બબ્બે-બબ્બે પૈસામાં,ને લોકો બબ્બે-બબ્બે પૈસાની ઔકાત લઇને આવ્યા છે


