By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટ : PM મોદીનો રોડ શો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટ : PM મોદીનો રોડ શો

Editor
Last updated: 2026/01/01 at 4:24 PM
7 months ago
Share
રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટ : PM મોદીનો રોડ શો
SHARE

વિકાસ, રોકાણ અને વૈશ્વિક જોડાણનો મહાસંગ્રામ

રાજકોટમાં 11–12 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનારી VGRCથી સૌરાષ્ટ્ર–કચ્છના 12 જિલ્લાઓને મળશે વૈશ્વિક ઉદ્યોગ અને આર્થિક સદ્ધરતાનો નવો માર્ગ; વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી કાર્યક્રમને મળશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઊંચાઈ

ગુજરાતનું વિકાસ મોડલ આજે માત્ર દેશભરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે. ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ, MSME, કૃષિ, ઊર્જા અને ટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાતે સ્થાપિત કરેલી આગવી ઓળખને હવે પ્રદેશીય સ્તરે વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ (VGRC)ની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર–કચ્છ રીજીયોનલ કોન્ફરન્સ આગામી તા. 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટમાં યોજાવાની છે, જે સમગ્ર પ્રદેશ માટે ઐતિહાસિક સાબિત થવાની છે.

આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 12 જિલ્લાઓને આવરી લેશે અને ઉદ્યોગ, રોકાણ, રોજગારી તથા વૈશ્વિક વેપારની નવી તકો ઊભી કરશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તાકાતને સ્થાનિક સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાતી આ બીજી રીજીયોનલ કોન્ફરન્સ છે. અગાઉ પ્રથમ VGRC મહેસાણા ખાતે સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે, જેના સકારાત્મક પરિણામો સામે આવ્યા બાદ હવે સૌરાષ્ટ્ર–કચ્છને આ મંચ મળ્યો છે.


આ કોન્ફરન્સ તથા તેમાં ઉપસ્થિત રહેનાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોની વિગત રાજ્ય સરકારના પ્રવક્તા તથા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, VGRC સૌરાષ્ટ્ર–કચ્છ માટે માત્ર કોન્ફરન્સ નથી, પરંતુ આ પ્રદેશની આર્થિક કાયાપલટ કરવાની પ્રક્રિયાનો આરંભ છે.

વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો કે, વિકાસ અને રોકાણના લાભો રાજ્યના દરેક પ્રદેશ સુધી સમાન રીતે પહોંચે. તે માટે રીજીયોનલ કોન્ફરન્સનો વિચાર અમલમાં મૂકાયો. મહેસાણામાં યોજાયેલી પ્રથમ કોન્ફરન્સ બાદ હવે સૌરાષ્ટ્ર–કચ્છ માટે બીજી VGRC યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક રોકાણકારો સાથે સીધો સંવાદ કરવાનો અવસર મળશે.

આ ભવ્ય કોન્ફરન્સનું આયોજન રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનું આર્થિક અને શૈક્ષણિક કેન્દ્ર ગણાતું રાજકોટ હવે બે દિવસ માટે વૈશ્વિક ઉદ્યોગજગતનું કેન્દ્ર બનશે. તા. 11 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:30 કલાકે વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ અને ટ્રેડ શોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થશે.

આ VGRCની થીમ “Regional Aspirations, Global Ambitions” રાખવામાં આવી છે. આ થીમ સ્પષ્ટ કરે છે કે, સૌરાષ્ટ્ર–કચ્છની સ્થાનિક ક્ષમતાઓ ચાહે તે MSME હોય, સ્ટાર્ટઅપ્સ, કૃષિ, માછીમારી, ઊર્જા કે ઉદ્યોગ—હવે વૈશ્વિક બજાર માટે તૈયાર છે. આ કોન્ફરન્સમાં યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. આ ઉપરાંત 13 આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશનો પણ ભાગ લેશે. ભારત સહિત કુલ 23 દેશોમાંથી રજિસ્ટ્રેશન મળ્યા છે, જે આ કોન્ફરન્સની વૈશ્વિક સ્વીકાર્યતા દર્શાવે છે.

ટ્રેડ શો: ઉદ્યોગ અને નવીનતાનું પ્રદર્શન

11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનારા ટ્રેડ શો અને એક્ઝિબિશન માટે કુલ 26,400 ચોરસ મીટર વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. જેમાંથી 4,400 ચોરસ મીટર ખાસ MSME, કુટીર અને હસ્તકલા ઉદ્યોગો માટે રહેશે. ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’, GI ટેગ ઉત્પાદનો, સ્ટાર્ટઅપ પેવેલિયન, RBSM અને સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર રહેશે.આ સમિટમાં DRDO, HAL, અદાણી ગ્રુપ, ટાટા કેમિકલ્સ, રિલાયન્સ જેવી દેશની અગ્રણી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના એકમો આ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ સંસ્થાઓ દ્વારા ઉદ્યોગ, ટેક્નોલોજી અને ઊર્જા ક્ષેત્રે રોકાણની તકો રજૂ કરવામાં આવશે. બે દિવસ દરમિયાન એગ્રી વેલ્યૂ ચેન, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, ગ્રીન સ્ટાર્ટઅપ, બ્લુ એનર્જી, MSME કોન્ક્લેવ, ટેક્સટાઈલ–જ્વેલરી ઉદ્યોગ અને ‘મિશન 100GW’ જેવા વિષયો પર ચર્ચા થશે. આ ચર્ચાઓ સૌરાષ્ટ્ર–કચ્છના ભવિષ્યના આર્થિક રોડમૅપને આકાર આપશે.

રાજકીય દૃષ્ટિએ VGRC કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેની મજબૂત ભાગીદારી દર્શાવે છે. આર્થિક રીતે, આ કોન્ફરન્સથી નવા રોકાણ, રોજગારી અને ઉદ્યોગ વિકાસની સંભાવનાઓ ઊભી થશે. સૌરાષ્ટ્ર–કચ્છ હવે માત્ર રાજ્યની અંદર નહીં, પરંતુ વૈશ્વિક વિકાસ નકશા પર પોતાનું સ્થાન મજબૂત કરવા તૈયાર છે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ અને ભવ્ય રોડ શો

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સૌપ્રથમ હીરાસર એરપોર્ટ પર વિમાન દ્વારા પહોંચશે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે રાજકોટના જુના એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે, જે જુના એરપોર્ટથી શરૂ થઈ માધાપર ચોકડી સુધી જશે. રોડ શો બાદ તેઓ મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચીને વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ અને ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.

VGRC – એક નજરે

તારીખ: 11–12 જાન્યુઆરી 2026

સ્થળ: મારવાડી યુનિવર્સિટી, રાજકોટ

આવરી લેવાતા જિલ્લાઓ: સૌરાષ્ટ્ર–કચ્છના 12 જિલ્લાઓ

કુલ રજિસ્ટ્રેશન: 6,364+

દેશો: ભારત સહિત 23 દેશો

પાર્ટનર કન્ટ્રીઝ: યુક્રેન, જાપાન, કોરિયા, રવાન્ડા

ટ્રેડ શો અને મુખ્ય આકર્ષણો

કુલ વિસ્તાર: 26,400 ચોરસ મીટર

MSME અને હસ્તકલા પેવેલિયન: 4,400 ચોરસ મીટર

ODOP અને GI ટેગ ડિસ્પ્લે

રિવર્સ બાયર્સ સેલર્સ મીટ

સ્ટાર્ટઅપ–MSME વિશેષ પેવેલિયન

ડેઈલી લકી ડ્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો

બોક્સ–4: સેમિનાર અને સુવિધાઓ

20થી વધુ સેમિનાર હોલ

4,000 લોકોની ક્ષમતા ધરાવતો ઇનોગ્યુરલ ડોમ

VVIP લાઉન્જ

મીડિયા બ્રિફિંગ માટે ટેગોર બિલ્ડિંગ

વિષયો: એગ્રી વેલ્યૂ ચેન, નારી શક્તિ, ગ્રીન સ્ટાર્ટઅપ, બ્લુ એનર્જી, MSME, ટેક્સટાઈલ, જ્વેલરી, ‘મિશન 100GW’

સારાંશરૂપે, વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર–કચ્છ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ વિકાસ, રોકાણ અને વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાનો સંકલ્પ છે. રાજકોટથી શરૂ થતી આ વિકાસ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્ર–કચ્છને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

 

You Might Also Like

સોમનાથ-પ્રયાગરાજ વચ્ચે શ્રાવણમાં દોડશે ખાસ ટ્રેન

સોનુ-ચાંદીમાં ધમાકેદાર તેજી, ક્રૂડ $82ને પાર : રૂપિયો મજબૂત છતાં શેરબજારમાં દબાણ

રાજકોટમાં ‘મારું વનરાવન છે રૂડું’ નૃત્યનાટિકા યોજાઈ

શહેર ભાજપ દ્વારા ‘તિરંગા યાત્રા’ના આયોજન અંગે હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ક્રૂડમાં નરમાઈ, સોના-ચાંદીમાં તેજી અને રૂપિયો મજબૂત: શેરબજારમાં પણ હરિયાળી
રાજકોટ

ક્રૂડમાં નરમાઈ, સોના-ચાંદીમાં તેજી અને રૂપિયો મજબૂત: શેરબજારમાં પણ હરિયાળી

Editor By Editor 2 days ago
જસદણના ખેડૂત યુવક સાથે કાર વેચાણના નામે રૂ.3 લાખની છેતરપીંડી
મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા
રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે
વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?