By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    40 minutes ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૨૦૨૬ની શરૂઆત દેવસ્થાનોમાં શિશ નમાવી કરતા શ્રધ્ધાળુઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

૨૦૨૬ની શરૂઆત દેવસ્થાનોમાં શિશ નમાવી કરતા શ્રધ્ધાળુઓ

Editor
Last updated: 2026/01/02 at 4:20 PM
6 months ago
Share
૨૦૨૬ની શરૂઆત દેવસ્થાનોમાં શિશ નમાવી કરતા શ્રધ્ધાળુઓ
SHARE

નવા વર્ષના પ્રથમ દિવસે યાત્રાધામોમાં હર હર મહાદેવ અને જય માતાજીનો નાદ ગુંજી ઉઠયો

સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી સહિતના મંદિરોમાં ભકતોનું ઘોડાપુર : આરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઇ ધન્યતા અનુભવી : ૨૦ લાખથી વધુ પ્રવાસી ઉમટી પડયા

 વર્ષ 2026ની સવાર ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સાથે ઉગી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં નવા વર્ષના પ્રારંભે આસ્થાનો એવો જુવાળ જોવા મળ્યો છે કે તમામ મુખ્ય મંદિરોમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈને શક્તિપીઠ અંબાજી સુધી ‘હર હર મહાદેવ’ અને ‘જય માતાજી’ના નાદ ગુંજી રહ્યા છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 7થી 8 લાખ શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. સમુદ્ર કિનારે વસેલું સોમનાથ મંદિર નવા વર્ષે ભક્તિમય બની ગયું છે અને વહેલી સવારની આરતીમાં હજારો ભક્તોએ હાજરી આપી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી.

પંચમહાલનું પાવાગઢ પર્વત ‘જય મહાકાળી’ના જયઘોષથી ગાજી ઉઠ્યું છે. નવા વર્ષે મા મહાકાળીના આશીર્વાદ લેવા વહેલી સવારથી લાંબી કતારો લાગી હતી. ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે પણ મા અંબાના દર્શન કરવા માટે લાખો માઈભક્તો પહોંચ્યા છે. મંદિરને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે અને સમગ્ર ચાચર ચોક ગરબા અને ભક્તિના રંગે રંગાયો છે.

જગતમંદિર દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ગોમતી ઘાટ પર સ્નાન કરી ભક્તો કાળિયા ઠાકોરના શરણમાં પહોંચ્યા હતા. દ્વારકાની તમામ હોટલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ છે, જે દર્શાવે છે કે લોકોએ મોજ-મજાના બદલે આધ્યાત્મિકતા સાથે વર્ષનો પ્રારંભ કરવાનું વધુ પસંદ કર્યું છે.

ભક્તોના આ ભારે ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત પોલીસ અને મંદિર ટ્રસ્ટો દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને વૃદ્ધો તથા બાળકો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે 2026ના નવા વર્ષના પ્રારંભે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ મંદિરે પવિત્ર ધનુર્માસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુવાર, 1 જાન્યુઆરી, 2026ના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગાર સાથે વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

આ અન્નકૂટમાં કુલ 251 કિલો સુખડી, મેસુબ, અડદિયો અને મોહનથાળ જેવા વિવિધ મિષ્ટાનનો સમાવેશ થતો હતો. ધનુર્માસના પાવન અવસર પર મંદિરમાં ભક્તિભાવ અને જયઘોષ ગુંજી ઉઠ્યા હતા.

નવા વર્ષ નિમિત્તે માત્ર અંબાજી જ નહીં, પરંતુ રાજ્યભરના અન્ય મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શન કરીને જ કરે છે. અંબાજી મંદિરમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં ચારેય બાજુ ભક્તિમય માહોલ છવાયેલો હતો.

You Might Also Like

પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ

 સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ

તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી

 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પાંચ દિ’ પાછો ઠેલવાયો
રાજકોટ

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પાંચ દિ’ પાછો ઠેલવાયો

Editor By Editor 6 days ago
જેતપુરના ખારચીયા પાસેથી કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી
રાજુલાના ખેરામાં પ્રેમસંબંધમાં યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલ પોલીસ પર હૂમલો
આવતીકાલે 14 જૂન, વિશ્વ રક્તદાતા દિવસ : રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા બ્લડ કેમ્પોની સેવા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?