સાહિત્ય સેતુ રાજકોટ આયોજિત પુસ્તક પરબનો 52મો મણકો સંપન્ન
અગ્ર ગુજરાત, રાજકોટ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પ્રેરિત સાહિત્યિક પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત વાંચન પ્રવૃતિને વેગ મળે,શહેરીજનો વાંચતા થાય તે માટે ૨ જી ઓક્ટોબર ૨૦૨૧ ગાંધી જયંતિના પવિત્ર દિવસે શરૂ કરવામાં આવેલ સાહિત્યપ્રેમી રસિકભાઇ મહેતા પુસ્તક પરબનો પરબનો 52 મો મણકો તારીખ 4 જાન્યુઆરી રવિવારના રોજ કાલાવડ રોડ પર આવેલ કોટેચા ગર્લ્સ સ્કૂલમાં વાંચકો,ભાવકો,સર્જકો તેમજ પ્રબુધ્ધ નાગરિકોના બહોળા સમુદાયની ઉપસ્થિતિમાં ખુબજ ઉમળકાભેર સંપન્ન થયેલ
પુસ્તક પરબમાં વાંચનપ્રેમીઓ માટે ધાર્મિક આધ્યાત્મિક ચિંતનાત્મક ઐતિહાસિક વિજ્ઞાન પ્રવાસ સહિતના વિષયના પુસ્તકો રાખવામાં આવે છે જેમાંથી વાંચકો પોતાને મનગમતા પુસ્તકો કોઈ પ્રકારની ડિપોઝિટ સભ્ય ફી લવાજમ વગર લઈ જાય છે.
પુસ્તક પરબના 52 માં મણકામાં સાહિત્યપ્રેમી નાટ્ય કલાકાર કૌશિક સિંધવ,કવિ સંજુ વાળા, મહેન્દ્ર જોષી,ધર્મેન્દ્રસિંહ રાઠોડ,હર્ષદ દવે,નરેશ સોલંકી,પ્રકાશ હાથી,અંબાલાલ ખાનપરા,કવયિત્રી વીણા વેકરીયા, સાહિત્ય મરમી આર.પી. જોષી,પત્રકાર અનિલ દાસાણી, મિતેશ આહિર, સ્ટેટ બેંકના નિવૃત સ્ટાફ પરિવારના શરદભાઈ દવે, રમેશભાઈ ઠક્કર, નરેન્દ્રભાઇ આશર, મહેન્દ્ર પરમાર, ભરત અંજારિયા સહિતના સ્વજનો પુસ્તક પરબની મુલાકાતે પધારેલ અને પ્રવૃતિને બિરદાવી હતી. રાજકોટ નગરના પુસ્તક પ્રેમીઓ, વાંચકો, સાહિત્યપ્રેમીઓ સૌ કોઈને દર મહિનાના પહેલા રવિવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધીમાં અનુકૂળતાએ પધારવાનું લાગણીસભર નિમંત્રણ છે.
સમગ્ર પુસ્તક પરબના આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી જનાર્દન આચાર્ય સુધીર દત્તા પંકજ રૂપારેલિયા જયેન્દ્રભાઈ મહેતા, નૈસધભાઈ વોરા, જીતુભાઈ ગાંધી,ઉપમન્યુ રાવલ, વિપુલભાઈ ભટ્ટ,દીપકભાઈ ત્રિવેદી,રમેશ શીશાંગીયા સહિતના કાર્યકર્તાઓ કાર્યરત રહ્યા હતાં. પુસ્તક પરબ અંગે વિશેષ માહિતી પૂછપરછ માટે સાહિત્ય સેતુના સંયોજક અનુપમ દોશી ૯૪૨૮૨૩૩૭૯૬ નો સંપર્ક સાધવા જણાવાયુ છે.


