પોલીસ 7 ફીરકી કબજે કરી ગુનો દાખલ કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉત્તરાયણ પૂર્વે જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં કેટલાક વેપારીઓ છાનાખૂણે દોરીનું વેચાણ કરી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને અટકાવવા માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જસદણ પોલીસ મથકના સ્ટાફે અહીં લાતી પ્લોટ બારૈયાનગર ભંગારના ડેલા પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 7 ફિરકી સાથે દોરી વેચનાર શખસને ઝડપી લીધો હતો. પોલીસે તેની સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવાં છતાં મકરસંક્રાતીનો પર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ છાનાખૂણે કેટલાક વેપારીઓ અને સામાન્ય ધંધાર્થીઓ ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરી રહ્યા છે. આવા વેપારીઓને શોધી કાઢી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર અને ડીવાએસપી ડો. નવિન ચક્રવર્તી દ્વારા અપાયેલી સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દરમિયાન જસદણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એસ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ચાઇનીઝ દોરી અને તુક્કકલના વેચાણને અટકવવા માટે ચેકિંગમાં હતો. દરમિયાન જસદણમાં લાતી પ્લોટ બારૈયાનગર ભંગારના ડેલા પાસેથી હુસેન રફિકભાઇ જાંબુડીયા(રહે. બારૈયાનગર, જસદણ) ને કિં.રૂ. 1400 ની ચાઇનીઝ દોરીની 7 ફિરકી સાથે ઝડપી લઇ તેની સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


