રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજારો લોકોએ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળ્યો
વિજ્ઞાન જાથાની રાજયવ્યાપી અપીલને જબરો પ્રતિસાદ મળ્યો
અગ્ર ગુજરાત, અમદાવાદ
વર્ષ ર૦ર૬ના સ્વાગતમાં દુનિયાભરના ખગોળપ્રેમીઓએ અવકાશમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાનો અદ્ભુતભ નજારો નિહાળી ઝુમી ઉઠયા હતાં. ઉલ્કાવર્ષા નિહાળી લોકો રામાંચીત થઇ ગયા હતાં. પ્રારંભમાં કલાકની ૮ થી ૧૦ ઉલ્કાવર્ષા પછી તા.ર,3, અને ૪ એ મધ્યરાત્રીએ કલાકની ૧પ થી ૧૦૦ ઉલ્કાવર્ષા સ્પષ્ટ જોઇ શકાતી હતી. રાજયમાં ભારત જન વિજ્ઞાનજાથાની અપીલનો નજારો પ્રતિસાદ મળતા દેશભરમાં લાખો લોકોએ અને રાજયમાં વીસ લાખ વિજ્ઞાનપ્રેમીઓ, જીજ્ઞાસુઓએ અવકાશી ઉલ્કાવર્ષાનો અદભુત નજારો વાદળાના અવરોધો વચ્ચે નિહાળ્યો હતો.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે અવકાશમાં ક્રમિક ઉલ્કાવર્ષા પડી હતી. શરૂઆતમાં આંકડો નહિંવત હતો, પરંતુ તા.ર,3, અને ૪ જાન્યુઆરી સુધી રાત્રીથી પરોઢની વચ્ચે કલાકની ૧પ થી ૧૦૦ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નિહાળી શકાઇ હતી. જાથાનું રાજયકક્ષાનું આયોજન રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના મેટોડા ગામે તથા વિજ્ઞાનજાથાની શાખાઓ દ્વારા જાહેર જગ્યાએ યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રહમાંડની ઉત્પતી, સુર્ય અને તેની પરિક્રમા કરતા ગ્રહો, ધુમકેતુ, ઉલ્કા વર્ષ મધ્યરાત્રી બાદ કલાકની ૧૦૦ જેટલી ઉલ્કા પડતી નજરે જોઇ, બાદ તા. ૧ થી તા. 3,ની વહેલી પરોઢ સુધી મહતમ . ઉલ્કાવર્ષા પડતી નિહાળી ખગોળપ્રેમીઓએ અવકાશી ઘટનાનો આનંદ લુટયો હતો. ગામના સરપંચ રમેશભાઇ વિરડીયા, સતીષભાઇ વસોયા, પ્રોગ્રામ ઓફિસર ડો.પી.એમ.સખીયા અને પ્રિન્સીપાલ પ્રો.એમ.એલ.બાલધાએ હાજરી આપી હતી.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ ઉલ્કા વિશે માહિતી આપતા જણાવ્યું કે રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. અંધારી રાત્રે આકાશ સ્વચ્છ હોય એવા સમયે એક કલાકમાં ૧૦-૧ર ઉલ્કાઓ ખરતી જોવા મળી હતી. જેમાથી ધણીખરી તો ભુસપાટી સુધી પહોંચી શકી ન હતી. હવા સાથેનું ધર્ષણ તેમને ભસ્મીભુત કરી દે છે. જમીન પર તેમના છુટાછવાયા રજકણો જ પથરાય છે. ઉલ્કાના સ્વરૂપે આવેલી ધુળને લોહચુંબક પ્રત્યે આકર્ષાય તેવા છે. અંતરીક્ષમાં લઘુગ્રહો જેવા ભંગારનો તોટો નથી. આ ભંગારમાં ધુળ છે, કાંકરા છે, પથરા છે અને વિશાળ ખડકો પણ છે.


