હજારો અકીદતમંદો ઉમટી પડયા : રાષ્ટ્રીય કોમી એકતા સમારોહ યોજાયો
કોમી એકતાના પ્રતિક હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફના ઉર્ષ મુબારકની ઉજવણી
સંદલ શરીફ, નાત શરીફ, તકરીર સહિતના કાર્યક્રમો યોજાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રના શહેનશાહ અને કોમી એકતાના પ્રતિક એવા રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આરામ ફરમાવતા વલ્લી અલ્લાહ હઝરત ગેબનશાહ પીર રહેમતુલ્લાહ અલેયહનો ઉર્ષ મુબારક શાનો સોકતથી ગત ૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૬, રવી – સોમ ઉત્સાહભેર યોજાયો હતો. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છ, ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ અકીદતમંદો ઉર્ષમાં હાજરી આપવા માટે ઉમટી પડયા હતાં. ઉર્ષના પ્રથમ દિવસે વહેલી સવારે સૈયદ સાદાતના મુબારક હાથે સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી. ઉર્ષના બંન્ને દિવસ રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી અકીદતમંદો ચાદર મુબારક ઝુલુસ દ્વારા લઇ આવી દરગાહ શરીફ પહોંચ્યા હતા. ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે રાત્રે રાષ્ટ્રીય કોમી એકતા સમારોહ યોજાયો હતો જેમાં ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ, ઇરફાન પીરઝાદા, રાજદીપસીંહ ઝાલા, નયનાબા જાડેજા, મુરલીભાઇ દવે, દિલીપભાઈ આસવાણી, ગૌરવભાઇ પુજારા, નરેન્દ્રભાઈ ડવ, સજ્જાદભાઇ હીરા (પૂર્વ ચેરમેન, વમ્ફ બોર્ડ ગુજરાત), જીમ્મીભાઇ અડવાણી (શિવસેના પ્રમુખ રાજકોટ), હેમુભાઇ પરમાર, રમીઝ સીંધી સાહેબ (એ.પી.પી.), હનીફભાઈ બાબુભાઇ દલ,સાકીરભાઇ સાદીકોટ, ડો. મુસતાકબાપુ કાદરી, મુન્નાબાપુ સદર, રજાકભાઈ જુણેજા, સૈયદ એજાઝબાપુ બુખારી, અશોકસીંહ વાઘેલા, સલીમભાઇ કારીયાણીયા, હબીબભાઈ કટારીયા, ફારુકભાઇ બાવાણી, રાજુભાઇ દલવાણી, હારુનભાઇ શાહમદાર, બાબભાઇ ઠેબા, અસીમભાઇ અઘામ (પત્રકાર) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે ખાસ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં દરગાહ શરીફ ટ્રસ્ટમાં છેલ્લા ૪૦ વર્ષથી સેવા આપનાર મુસ્લિમ સમાજના પીઢ અગ્રણી તેમજ ટ્રસ્ટના સહમંત્રી સૈયદ બસીર બાપુ બુખારીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આઇ.સી.ડી.સી. યોજના પર પી.એચ.ડી. કરનારડો. શહેનાઝબેન ઠેબાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ દરગાહ શરીફ ટ્રસ્ટના મહામંત્રી રહીમભાઈ સોરાએ ટ્રસ્ટનો વાર્ષિક અહેવાલ તથા આવક જાવકનો હિસાબ જાહેર જનતા સમક્ષ રજુ કર્યો હતો.
ઉર્ષ મુબારકના પ્રથમ દિવસે રાષ્ટ્રીય કોમી એકતા સમારોહ બાદ હઝરત કાતીબ અહેમદ સાહબ (રાજસ્થાન) ની શાનદાર તકરીર યોજાઇ તેમજ બીજા દિવસે રામપુર યુ.પી. થી ખાસ હઝરત સૈયદ ફૈઝાનમીંયા સાહબની પધરામણી થઇ હતી અને તેઓ એ પોતાના અનોખા અંદાજમાં તકરીર ફરમાવી હતી. આ ઉર્ષ મુબારકમાં સાથ સહકાર આપવા બદલ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ યુસુફભાઈ ઈસ્માઈલભાઈ દલ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા સમગ્ર, રાજકોટ પોલીસ, રાજકોટ મહાનગર પાલીકા, રાજકોટ પીજીવીસીએલ, દરગાહ શરીફ ઉર્ષમાં સેવા આપનાર બાઉન્સર ટીમ વગેરેનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.
આ સમગ્ર ઉર્ષ મુબારકના આયોજનમાં દરગાહ શરીફ ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઈ ઈસ્માઈલભાઈ દલ, ઉપપ્રમુખ તૈયબભાઇ ભાણુ, મહામંત્રી રહીમભાઈ સોરા, સહમંત્રી સૈયદ બસીરબાપુ બુખારી, ટ્રસ્ટી, સૈયદ અજરુદ્દીન બાપુ કાદરી, વકાર બ્લોચ સકલૈની, અનવરભાઇ ચાનીયા, અહેસાનભાઇ ચૌહાણ, ફીરોજખાન પઠાણ, સજરુદીનભાઇ બાદી, ઇબ્રાહીમભાઇ કુરેશી, મુસ્તફાભાઈ કુરેશી, તેમજ અશરફખાન પઠાણ, હાજી આમીરઉલ્લા દલ, રીયાઝભાઇ સોરા, દિલાવરભાઈ જુણાચ, સલમાનભાઇ દલ, તથા સમગ્ર ગેબી ગ્રુપ રાજકોટ (જાકીર એન કુરેશી), ઇમરાનભાઇ ચૌહાણ (આઇ.જી) કાસમભાઇ શાહમદાર, ગોપાલભાઈ ત્રિવેદી, મુજાવર કમાલબાપુ વગેરે ખડેપગે રહ્યા હતા.


