અહિંસા ક્રાંતિ ન્યૂઝ દ્વારા કાલે બેંગ્લોર ખાતે યોજાશે કાર્યક્રમ
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોંધાયેલા અહિંસા ક્રાંતિ અખબાર દ્વારા તા.11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે ૧૦ કલાકે બેંગલુરુ ખાતે અહિંસા ક્રાંતિ ન્યૂઝ દ્વારા રવિવારે સ્થાનિક ટાઉનહોલમાં ધાર્મિક અને સામાજિક કાર્યકરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે.
કાર્યક્રમના સંયોજક આશિષ બાફનાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે બેંગલુરુ અને મૈસુરના લગભગ સો લોકોને એવોર્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ તેજસ્વી સૂર્યા, ટીવી કલાકાર શરદ સાંખલા, શ્રીધર, ડો. અજ્ઞાનપ્પા, અભિનેત્રી રૂપશ્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
મુકેશ નાહર, અભિષેક જૈન, કમલ બૈંદ, સુરેન્દ્ર મુનોત, ગૌતમચંદ ધારીવાલ, કેતન સંઘવી, સતીશચંદ લુણાવત વગેરે કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છે. યુવા જૈન અગ્રણી અને જીવદયાપ્રેમી કેતનભાઈ સંઘવી નીલ ભાઈ મહેતા ને જીવ દયા રત્ન એવોર્ડ અને અજીત ભાઈ જૈન ને ભામાશા એવોર્ડ થી સન્માન-2026 થી એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે. તેઓ ગૌવંશને કતલખાને ધકેલાતા બચાવવા સહિતનું કાર્ય કરે છે. અગાઉ પણ અનેક નામી-અનામી સંસ્થાઓ દ્વારા તેમને પુરસ્કારો અને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.
બોમ્બે સમસ્ત મહાજન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટ્રી ગિરીશભાઈ સાથે છેલ્લા ૮ વર્ષથી જોડાઈને કેતનભાઈ સંઘવી નીલ ભાઈ મહેતા અજીત ભાઈ જૈન એ એક નવો અધ્યાય શરૂ કર્યો અને પછી તે જીવદયાનું કાર્ય હોય કે સાધર્મિક ભક્તિ કે લોકોની સેવાનું કામ હોય, તેમણે નિઃસ્વાર્થ ભાવનાથી કરી બતાવ્યું છે.


