ગાર્ડી વિદ્યાપીઠનમ્ ભૂતપૂર્વ છાત્રોનું સ્નેહમિલન યોજાયું
૩૦૦ વિદ્યાર્થીઓએ સંસ્મરણો વાગોળ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રીમતી ટી વી મહેતા ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલિત ગારડી વિદ્યાપીઠ ખાતે તાજેતરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજવામાં આવેલ. જેમાં એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ, આયુર્વેદ, હોમિયોપેથી અને નર્સિંગ સહિત કુલ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ કેમ્પસ ખાતે આવેલા.
આ એલ્યુમની મીટ ગાર્ડી વિદ્યાપીઠ તરફથી પ્રતિવર્ષ યોજવામાં આવે છે. જેના થકી પાસ આઉટ વિદ્યાર્થીઓ પોતાના કોલેજકાળના સંસ્મરણો વાગોળી શકે. આ વર્ષે ઉપસ્થિત એલ્યુમનીઓ સમક્ષ વાર્તાકાર અજય ઓઝાએ વાર્તાઓ રસપ્રદ શૈલીમાં રજુ કરી હતી. આ વર્ષે પર્યાવરણ થીમ રાખવામાં આવેલ જેના ભાગ રૂપે સર્વે એલ્યુમનીને સ્મૃતિભેટ તરીકે ડેકોરેટીવ પામ પ્લાન્ટ્સ ભેટ તરીકે આપવામાં આવેલ. આ સ્ટોરીટેલીંગ પૂર્વે ગુજરાતના જાણીતા પર્યાવરણપ્રેમી શ્રી નવનીતભાઈ અગ્રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કિચન ગાર્ડન અંગે જાણકારી આપી હતી, તે ઉપરાંત સંસ્થાના પ્રોફેસર ચેતસ ઓઝા અને વિદ્યાર્થી ઋષિ પટેલ દ્વારા વિવિધ ફન ગેમ્સ પણ રમાડવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં સહુ કોઈ ભોજન લઈ, સંગીતનો આનંદ મેળવી છુટા પડયા હતાં.
આ સંપૂર્ણ આયોજન બી એચ ગાર્ડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીના પ્રોફેસર રાહુલ પરમારના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ તકે તમામ પ્રિન્સીપાલ અને સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટર જય મહેતા એ તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.


