૭.૪ લાખના મુદામાલ સાથે ૯ જુગારીઓની ધરપકડ : ત્રણ નાસી છૂટયા
અગ્ર ગુજરાત, રાજકોટ
જંગવડ ગામની સીમમાં ચાલતી જુગાર કલબમાં રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી નવ જુગારીઓને પકડી પાડી રોકડ, મોબાઈલ અને વાહનો મળી રૂ.7.04 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વાડી મલિક સહિત ત્રણ શખ્સો નાસી છૂટતાં તેની શોધખોળ આદરી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ શોધી કાઢી નેસ્તનાબુદ કરવાની આપેલ સુચનાથી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ અને આર.વી.ભીમાણી પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન આટકોટના જંગવડ ગામની જસદણ તરફ જવાના જુના રસ્તે આવેલ સીમમાં નિખીલ મનુ કુવાડીયાની વાડીના ગોડાઉનમાં જુગાર કલબ ચાલી રહેલ હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડતાં જુગાર કલબમાં દોડધામ મચી ગઇ હતી.
પોલીસે દરોડા દરમિયાન તીન પત્તીનો જુગાર રમતા અમીત દિનેશ જળુ (ઉ.વ.-26, રહે જંગવડ ગામ જસદણ), પ્રભાત રામ ડાંગર (ઉ.વ.57, રહે. મોટા દડવા નવા બસ સ્ટેન્ડ પાછળ), કિશોર સામત મકવાણા (ઉ.વ.41, રહે.કાથરોટા,રાજકોટ), વનરાજ રાયધન ડાંગર (ઉ.વ.30, રહે મોટા દડવા નવા બસ સ્ટેશન પાસે,ગોંડલ), ચંદુ ગોવિંદ ભુવા (ઉ.વ.45, રહે.વિરનગર પાણીના ટાંકા વાળી શેરી), સામત જીવા હુંબલ (ઉ.વ.59, રહે.ગામ-કડુકા, જસદણ) અને બાબુ રાઘવ રૂપારેલિયા (ઉ.વ.51, રહે. પાંચવડા, જસદણ), નરેશ બાબુ વીસાવડીયા (ઉ.વ.39 રહે.જસદણ ચીતલીયા રોડ) ને પકડી પાડી રોકડ રૂ.68 હજાર, મોબાઈલ ફોન-9 અને વાહન-5 મળી કુલ રૂ.7.04 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.જ્યારે દરોડા દરમિયાન સંજય દેવાયત બોરીચા (રહે.મુળ. મોટા દડવા, ગોંડલ), વીજય વીઠ્ઠલ પટેલ (રહે.મુળ.નાના માંડવા, કોટડાસાંગાણી) અને વાડી માલીક નિખીલ મનુ કુવાડીયા (રહે જંગવડ, જસદણ) ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી હતી.


