અગ્ર ગુજરાત, રાજકોટ
જયશેખરસૂરીશ્વરજી મ. પ્રેરિત શાંતિનાથ જિનાલય (એરપોર્ટ દેરાસર) સંઘમાં બે મુમુક્ષુ બહેનો સંગીતાબેન તેમજ સુજાતાબેન પધારેલ. બંને બહેનો અમેરિકા મા રહે છે. તેઓ યોગતીલક સૂરીશ્વરજી મ. સા ના હાથે રજોરહણ સ્વીકારી મહા વદ -૭ ના તા ૮-૨-૨૬ રવિવારે મુંબઈ મુકામે દીક્ષા ગ્રહણ કરશે. આ પ્રસંગે સંઘ ના શ્રાવક – શ્રાવિકા મુમુક્ષુ ની અનુમોદના દર્શન નો લાભ લીધેલ. બન્ને મુમુક્ષુ બહેનો એ અમેરિકા મા રહેવા છતાં સંયમ નો ભાવ કેવી રીતે થયો તે વિશે પ્રવચન આપ્યું હતું. અંતમાં જિનાલયના ટ્રસ્ટીઓએ મુમુક્ષુ બહુમાન કર્યુ હતું. જેની શાંતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ એરપોર્ટ રોડનાં સર્વે ટ્રસ્ટીગણ અશ્વિનભાઈ દોશી, ભાવેશભાઈ દોશી, કમલેશભાઈ ગઢેચા, રાકેશભાઈ શાહ, મિલનભાઈ શેઠ, હિતેન્દ્રભાઈ પીપળીયા, મનોજભાઈ વોરા, નવીનભાઈ મહેતા, જયંતીભાઈ ભણસાલી વગેરેએ અનુમોદના પાઠવેલ છે.


