By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અનફિક્સ સોદાનો ફટકો: રાજકોટના જ્વેલર્સ કરોડોમાં ફસાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અનફિક્સ સોદાનો ફટકો: રાજકોટના જ્વેલર્સ કરોડોમાં ફસાયા

Editor
Last updated: 2026/01/22 at 3:32 PM
2 months ago
Share
અનફિક્સ સોદાનો ફટકો: રાજકોટના જ્વેલર્સ કરોડોમાં ફસાયા
SHARE

સોના-ચાંદીની ચમકમાં છુપાયેલો અંધકાર

ઇન્દોરની પેઢી 3600 કરોડમાં ઉઠી, રાજકોટના મોટા ગજાના ૧૦ થી ૧૫ જેટલા જ્વેલર્સ રસ્તા પર!

સોનાનો ભાવ આસમાને જતા લાલચમાં અનફિક્સ બુકિંગ ભારે પડ્યું; દેશભરના વેપારીઓમાં ફફડાટ

અગ્ર ગુજરાત, રાજકોટ

આજકાલ દેશભરના બજારમાં ભારે મંદીનો માહોલ છવાયેલો છે. ધંધા-રોજગાર લગભગ ઠપ્પ જેવી સ્થિતિમાં ચાલી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મોટા વેપારીથી લઈને નાનામાં નાનો માણસ પણ કોઈને કોઈ ટૂંકા રસ્તે નાણા કમાવાની આશમાં બેઠો છે. ખાસ કરીને શેરબજાર અને MCX સટ્ટામાં લોકો કરોડો રૂપિયા લગાવી એક ઝાટકે અમીર બનવાની લાલચ રાખે છે. પરંતુ જ્યારે પાસું ઉલટું પડે ત્યારે આખી જિંદગીની કમાણી, મરણમૂડી અને વિશ્વાસ, બધું જ એક સાથે લૂંટાઈ જતું હોય છે. હાલ દેશભરમાં સોના-ચાંદીના ભાવોમાં જોરદાર ઉથલપાથલ ચાલી રહી છે. રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ભારતની ગોલ્ડ અને સિલ્વર માર્કેટ મંદીના વમળમાં ફસાઈ ગઈ છે. એક તરફ મંદી, બીજી તરફ ભાવોની આગ જેવી ચઢતી લાઇન, આ બન્ને વચ્ચે સોની વેપારીઓ માટે ધંધો ટકાવી રાખવો મુશ્કેલ બની ગયો છે. આવી સ્થિતિમાં વેપારીઓ અવનવા કિમીયા અજમાવે છે, પરંતુ ક્યારેક આ કિમીયા જ વિનાશનું કારણ બની જાય છે.

આ જ પરિસ્થિતિમાં રાજકોટ શહેરના સોના-ચાંદીના વેપારને હચમચાવી નાખે એવો મોટો કાંડ સામે આવ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આવેલી એક મોટી જ્વેલર્સ પેઢી રાતોરાત 3600 કરોડ રૂપિયામાં ઉઠમણા થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની સીધી અસર ગુજરાત સહિત અનેક રાજ્યોના વેપારીઓ પર પડી છે, પરંતુ સૌથી મોટો ફટકો રાજકોટના વેપારીઓને લાગ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના મોટા ગજાના અંદાજિત ૧૦ થી ૧૫ જેટલા જ્વેલર્સ વેપારીઓ આ ઇન્દોરની પેઢીની ઝપટે ચડી ગયા છે. કરોડો રૂપિયાનું નુકસાન થતાં હવે અનેક વેપારીઓ આર્થિક રીતે સંપૂર્ણ રીતે તૂટી પડ્યા છે. કેટલાક વેપારીઓ તો ધંધો બંધ કરવાની કગાર પર પહોંચી ગયા હોવાનું સૂત્રો જણાવે છે.

રાજકોટના અનેક નામચીન જ્વેલર્સ દ્વારા ઇન્દોરની આ પેઢી પાસે અનફિક્સમાં ફાઈન સોનું બુક કરાવાયું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચતા વેપારીઓ ભારે ચિંતામાં હતા. બજારમાં રોજેરોજ ભાવ બદલાતા હોવાથી કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા તેઓ તૈયાર ન હતા. આવી સ્થિતિમાં ‘અનફિક્સ બુકિંગ’ તેમને સલામત રસ્તો લાગ્યો.

યોજનાનુસાર, વેપારીઓએ ઇન્દોરની જ્વેલર્સ પેઢી પર ભરોસો રાખી ફાઈન સોનાના બિસ્કિટ અનફિક્સ ભાવે બુક કરાવ્યા હતા. સોદા સમયે જ મોટો એડવાન્સ અથવા પૂરી રકમ ચૂકવી દેવામાં આવી હતી, જેથી ભાવ ગમે તેટલો ઊંચે જાય, વેપારીને બુક કરેલા ભાવે જ સોનું મળી જાય. પરંતુ જે ભરોસો સુરક્ષા લાગતો હતો, એ જ ભરોસો અંતે સૌથી મોટી ઠગારો સાબિત થયો.જેમ જેમ સોનાનો ભાવ વધતો ગયો તેમ તેમ ઇન્દોરની પેઢીએ વધુને વધુ બુકિંગ લેવાનું શરૂ કર્યું. ફાઈન સોનું, MCX, અનફિક્સ ડીલ, દરેક પ્રકારના સોદામાં વેપારીઓને લલચાવવામાં આવતા હતા. માત્ર રાજકોટ જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોના વેપારીઓ આ પેઢી સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પરંતુ અચાનક એક રાતે દ્રશ્ય બદલાઈ ગયું. ઇન્દોરની આ જ્વેલર્સ પેઢી પર તાળા લાગી ગયા. ફોન બંધ, ઓફિસ બંધ અને માલિકો ગાયબ. 3600 કરોડના ઉઠમણા બાદ સમગ્ર દેશના સોની બજારમાં ખળભળાટ મચી ગયો. રાજકોટના વેપારીઓ માટે તો આ આઘાત અસહ્ય હતો. જેમણે જીવનભરની કમાણી લગાવી હતી, તે વેપારીઓની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. રાજકોટમાં ચર્ચા છે કે, કેટલાક વેપારીઓએ એક-એક પેઢીમાંથી દસથી વીસ કરોડ સુધીની રકમ ફસાઈ હોવાનું સામે આવી રહ્યું છે. નાના-મધ્યમ વેપારીઓ માટે તો આ નુકસાન કટોકટી સમાન છે. બેંક લોન, ઉધાર વ્યવહાર અને બજારની મંદી, આ બધાની વચ્ચે હવે કરોડોની ખોટ કેવી રીતે ભરપાઈ કરવી એ મોટો પ્રશ્ન બની ગયો છે.
આ ઘટના બાદ રાજકોટના સોના-ચાંદીના બજારમાં ભયનો માહોલ છે. વેપારીઓ એકબીજાને ફોન કરી માહિતી મેળવી રહ્યા છે. કોણ કેટલું ફસાયું, કઈ પેઢી સાથે કેટલો વ્યવહાર હતો. તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક વેપારીઓ કાયદાકીય કાર્યવાહી અંગે વિચારણા કરી રહ્યા છે, જ્યારે કેટલાક હજુ આશા રાખી રહ્યા છે કે કદાચ કંઈક રસ્તો નીકળે.

વિશેષજ્ઞો માને છે કે સોનાના ભાવમાં ચાલી રહેલી અસામાન્ય તેજી અને બજારમાં ફેલાયેલી લાલચે આ સમગ્ર કાંડને જન્મ આપ્યો છે. અનફિક્સ બુકિંગ જેવી પદ્ધતિમાં જોખમ પહેલેથી જ રહેલું હોય છે, પરંતુ બજારની અસ્થિરતાએ આ જોખમને અનેકગણું વધારી દીધું. હાલ સોના-ચાંદીની બજાર જે રીતે ચાલી રહી છે, તે જોતા આગામી સમયમાં પણ વધુ મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં. ઇન્દોરની આ ઘટના પછી રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર દેશના સોની વેપારીઓ માટે આ એક મોટો પાઠ બની રહેશે, કે લાલચ અને ભરોસાની વચ્ચે સાવચેતી રાખવી કેટલી જરૂરી છે.

આ કાંડ પછી હવે સૌની નજર સરકાર, પોલીસ અને નાણાકીય એજન્સીઓ પર ટકી છે. કે આ 3600 કરોડના ઉઠમણામાં કેટલો ન્યાય મળશે અને રાજકોટના વેપારીઓને કેટલી રાહત મળશે. પરંતુ હાલ તો એક જ સત્ય સામે આવ્યું છે. સોનાની ચમક પાછળ દોડતા રાજકોટના અનેક વેપારીઓ માટે આ ચમક અંધકારમાં ફેરવાઈ ગઈ છે.

મોટા ડૂબ્યા, હવે નાના પર સંકટ : 3 દિવસમાં બજારમાં અસર દેખાશે

ઇન્દોરની એક જ્વેલર્સ પેઢીના 3600 કરોડ રૂપિયાના ઉઠમણાંએ રાજકોટના સોના-ચાંદીના બજારમાં ભૂકંપ સર્જ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટના મોટા ગજાના અંદાજિત ૧૦ થી ૧૫ જેટલા વેપારીઓ આ ઉઠમણાંની સીધી ઝપટે આવ્યા છે અને હાલ તેઓ આર્થિક રીતે રસ્તા પર આવી ગયા હોવાની ચર્ચા છે.આ વેપારીઓએ સોનાના ભાવમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ વચ્ચે અનફિક્સમાં ફાઈન સોનું બુક કરાવ્યું હતું અને તે પેટેનું પૂરેપૂરું પેમેન્ટ પણ અગાઉથી ચૂકવી દીધું હતું. ભાવ ગમે તેટલો વધે, સોનું બુક કરેલા ભાવે મળી જશે. આ ભરોસાએ જ વેપારીઓને કરોડોની રકમ ચૂકવવા પ્રેર્યા હતા. પરંતુ ઇન્દોરની પેઢી રાતોરાત ઉઠી જતા આ ભરોસો ભારે પડી ગયો. હાલ સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ મોટા ગજાના વેપારીઓની નીચે અનેક નાના વેપારીઓ પણ જોડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો મોટા વેપારીઓ જ કરોડોની ખોટમાં રસ્તા પર આવી ગયા હોય, તો તેમના પર નિર્ભર નાના વેપારીઓની હાલત કેવી થશે. તે પ્રશ્ને સમગ્ર બજારમાં ફફડાટ ફેલાયો છે. હાલ તબક્કે બજારમાં માત્ર ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ જાણકારોનું માનવું છે કે, આગામી ત્રણ દિવસ બાદ આ 3600 કરોડના ઉઠમણાંની અસર ખુલ્લેઆમ જોવા મળશે. ચુકવણીઓ અટકશે, ઉધાર વ્યવહારો પર બ્રેક પડશે અને સોના-ચાંદીના ધંધામાં મોટુ સંકટ ઉભું થશે. એવી આશંકાએ રાજકોટના જ્વેલર્સ બજારમાં ચિંતા અને ભયનો માહોલ છવાઈ ગયો છે.

3600 કરોડના ઉઠમણાંમાં રાજકોટના MCX સટ્ટાના બે બૂકીઓના પણ કરોડો ડૂબ્યા..?

ઇન્દોરની જ્વેલર્સ પેઢીના 3600 કરોડ રૂપિયાના ઉઠમણાંમાં રાજકોટના મોટા ગજાના ૧૦ થી ૧૫ જેટલા જ્વેલર્સ વેપારીઓ તો ફસાયા જ છે, પરંતુ આ કાંડમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જાણકાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના મોટા ગજાના MCX સટ્ટા સાથે સંકળાયેલા બે જાણીતા બૂકીઓના પણ કરોડો રૂપિયા આ ઇન્દોરની જ્વેલર્સ પેઢીમાં ફેરવાતા હતા. ચર્ચા મુજબ આ બૂકીઓ દ્વારા સટ્ટાના નાણાં ઇન્દોરની જ્વેલર્સ પેઢી મારફતે ફેરવવામાં આવી રહ્યા હતા. સોનાના ભાવમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ અને અનફિક્સ ડીલના નામે આ નાણાં વિવિધ રીતે ઘુમાવવામાં આવતા હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ પેઢી રાતોરાત ઉઠમણા થતાં હવે આ બન્ને બૂકીઓના કરોડો રૂપિયા પણ ડૂબી ગયા હોવાનું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.  આ ઘટનાથી રાજકોટના સોના-ચાંદી અને સટ્ટા બજારમાં ખળભળાટ મચી ગયો છે. પહેલેથી જ જ્વેલર્સ વેપારીઓ કરોડોની ખોટમાં સપડાયા છે, ત્યારે હવે MCX સટ્ટાના નાણાં પણ આ કાંડમાં ફસાયા હોવાની ચર્ચાએ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. જાણકારો માને છે કે જો આ દિશામાં તપાસ આગળ વધશે તો આગામી દિવસોમાં હજી વધુ મોટા નામો બહાર આવવાની સંભાવના નકારી શકાય નહીં.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
આંતરરાષ્ટ્રીય

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

Editor By Editor 6 days ago
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?