By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Editor
Last updated: 2026/01/28 at 4:08 PM
2 months ago
Share
 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન
SHARE

બારામતીમાં જનસભાને સંબોધન કરવા જતા સમયે બનેલી ગોજારી ઘટના

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું, બે પાઇલોટ, એક મહિલા સહિત છ લોકોના મોત

મહારાષ્ટ્ર સરકાર દ્વારા તમામ રાજકીય કાર્યક્રમો રદ કરાયા : શરદ પવાર સહિતના નેતાઓ પહોંચ્યા ઘટના સ્થળે : ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો

 

અગ્ર ગુજરાત, નવી મુંબઇ

મહારાષ્ટ્ર માટે આજે ગોજારો દિવસ સાબિત થયો છે. જેમાં એક પ્લેન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું હતું. તેમની સાથે અન્ય છ લોકોના પણ આ ગોજારી ઘટનામાં મોત નિપજયા છે. આ ઘટના બનતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. મહારાષ્ટ્ર સરકારે આજના તમામ રાજકીય કાર્યક્રમો રદ કરી નાખ્યા છે અને શોક વ્યકત કરવા માટે બારામતી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેમજ ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના બનતા એકનાથ શિંદે પણ બારામતી પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ૨૦૨૫માં ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઇ રૂપાણીનું પણ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું હતું.

પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બારામતીમાં જનસભાને સંબોધવા બારામતી જઈ રહ્યા હતા. મહારાષ્ટ્ર એવિએશન ડિપાર્ટમેન્ટના સોર્સ મુજબ, વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ માટે એપ્રોચ કરી રહ્યું હતું. પહેલીવારમાં પાઇલટને રનવે સ્પષ્ટ દેખાયો નહીં, તેથી તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો. રિપોર્ટ અનુસાર, તે સમયે વિઝિબિલિટી લગભગ 2 હજાર મીટર હતી.

પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ બારામતીના રનવે-11 પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિમાન રનવે પરથી લપસીને ક્રેશ થઈ ગયું હતું. તેના તરત જ બાદ તેમાં આગ લાગી ગઈ હતી. એવી પણ માહિતી મળી છે કે લેન્ડિંગ દરમિયાન પાઇલટે કોઈ ઈમરજન્સી સિગ્નલ આપ્યું નહોતું. તેણે ‘મેડે’ કોલ પણ કર્યો નહોતો. ઘટના સમયે બારામતીના ફ્લાઈંગ ક્લબમાં કોઈ વિમાન ઉડાન પર નહોતું.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુધવારે તેમના સાથી નાયબ મુખ્યમંત્રી અજિત પવારના મોતના સમાચારને દુઃખદ અને કમનસીબ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, જે વિમાન દુર્ઘટનામાં તેમનો જીવ ગયો છે, તેની તપાસ કરવામાં આવશે.

બારામતી એરપોર્ટ પાસેના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું- “મેં મારી આંખોથી જોયું, તે ખૂબ જ પીડાદાયક હતું. જ્યારે એરક્રાફ્ટ લપસ્યું ત્યારે જ લાગ્યું હતું કે તે ક્રેશ થઈ જશે અને એવું જ થયું. વિમાન પડતાની સાથે જ મોટો ધડાકો થયો. તે પછી તરત જ અમે આ તરફ દોડ્યા અને જોયું કે એરક્રાફ્ટ તો આગનો ગોળો બની ચૂક્યું હતું. ત્યારબાદ વિમાનમાં વધુ 4 થી 5 ધડાકા થયા. પછી ઘણા લોકો ત્યાં પહોંચ્યા અને વિમાનમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે અમે કંઈ કરી શક્યા નહીં. અજિત પવાર વિમાનમાં સવાર હતા અને જે થયું, તે જોવું ખૂબ જ દુઃખદ હતું. હું તેને શબ્દોમાં વર્ણવી શકતો નથી.”

નાયબ મુખ્યમંત્રી બન્યા

  • 22 જુલાઈ 1959ના રોજ આશા અને અનંતરાવ પવારને ત્યાં જન્મેલા અજિત પવારે 1982માં તેમના કાકા (પિતાના નાના ભાઈ) શરદ પવારના પગલે ચાલીને રાજકારણમાં પ્રવેશ કર્યો, જ્યારે તેઓ એક સુગર મિલના બોર્ડમાં ચૂંટાયા હતા.
  • રેકોર્ડ છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહેલા અજિત પવાર ક્યારેય મુખ્યમંત્રી ન બની શક્યા. અનુભવી રાજકારણી અજિત પવારે ક્યારેય રાજ્યના મુખ્યમંત્રી બનવાની પોતાની ઈચ્છા છુપાવી નહોતી. જુલાઈ 2023માં BJP અને શિવસેના ગઠબંધન સરકારમાં જોડાતા પહેલા, તેઓ નવેમ્બર 2019માં નાયબ મુખ્યમંત્રી હતા જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા, પરંતુ તેમની સરકાર માંડ બે દિવસ ચાલી હતી.
  • અજિત પવાર વર્તમાન સરકારમાં નાણાં અને આયોજન મંત્રી હતા. આવતા મહિને 23 ફેબ્રુઆરીએ મુંબઈમાં રાજ્ય વિધાનમંડળનું બજેટ સત્ર શરૂ થવા પર તેઓ 2026-27નું બજેટ રજૂ કરવાના હતા.

અકસ્માતમાં જીવ ગુમાવનાર 5 લોકોના નામ

  1. અજિત પવાર: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી
  2. એચસી વિદિત જાધવ: અજિત પવારના અંગત સુરક્ષા અધિકારી (PSO)
  3. કેપ્ટન સુમિત કપૂર: પાઇલટ
  4. કેપ્ટન શાંભવી પાઠક: પાઇલટ
  5. પિંકી માલી: ફ્લાઇટ એટેન્ડન્ટ

અજીત પવાર જનતાના નેતા હતા : પીએમ મોદી

અજિત પવારના અવસાનના સમાચાર મળતા જ પીએમએ CM દેવેન્દ્ર ફડણવીસ પાસેથી અકસ્માતની જાણકારી મેળવી. તેમણે X પર અજિત પવાર સાથેની પોતાની 2 તસવીરો શેર કરતા લખ્યું- “અજિત પવાર જનતાના નેતા હતા, જેમનું પાયાના સ્તરે મજબૂત જોડાણ હતું. મહારાષ્ટ્રના લોકોની સેવા કરવામાં અગ્રેસર રહેનારા એક મહેનતુ વ્યક્તિત્વ તરીકે તેમનું ખૂબ સન્માન કરવામાં આવતું હતું. વહીવટી બાબતોમાં તેમની સમજ અને ગરીબો તથા વંચિતોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. તેમનું અકાળે અવસાન ખૂબ જ ચોંકાવનારું અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 UGCના નવા નિયમનો વિરોધ, રવિવારે બંધનું એલાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગીર સોમનાથ

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

Editor By Editor 2 days ago
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?