By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી

Editor
Last updated: 2026/03/17 at 3:38 PM
2 months ago
Share
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
SHARE

‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી

જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા ‘જાગૃતિથી સશક્તિકરણ’ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રાજકોટમાં ટાઈપ-૧ ડાયાબિટીસ માટે અત્યાધુનિક ‘એજ્યુકેશન તથા રિસર્ચ સેન્ટર’ સ્થાપવાનું સંસ્થાનું લક્ષ્ય: મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરની અગ્રણી સંસ્થા જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (JDF) દ્વારા ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાતા બાળકો અને તેમના પરિવાર માટે એક ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘જાગૃતિથી સશક્તિકરણ’ના સુત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યત્વે ટાઈપ-૧ ડાયાબિટીસમાં કિડનીની સંભાળ રાખવા બાબતે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જામનગરના આણદાબાવાઆશ્રમના મહંત પૂજ્ય દેવપ્રસાદ સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, “જેના વિચારો સબળ હોય છે તેને કોઈ રોગ લાગુ પડતો નથી. રોગ શરીરને નથી મારતો, પરંતુ નબળા વિચારો માણસને મારી નાખે છે”.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણી વિચારશક્તિ જ આપણને જીવંત રાખે છે.સ્વાસ્થ્ય અંગે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું કે જો દવા ન ખાવી હોય તો ‘વાદ’ ન કરવો જોઈએ અને રોગથી બચવા માટે રોજ લીમડાનો ગળો (ગરો) ખાવો જોઈએ.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી દ્વારા કરવામાં આવતા કાર્યોનેબિરદાવતા પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે, ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના માતા-પિતાની માનસિક સ્થિતિ ખૂબ જ નાજુક હોય છે, ત્યારે આવી સંસ્થાને સહયોગ આપવો એ સમયની માંગ છે.તેમણે ટકોર કરી હતી કે પૈસા આપવા સહેલા છે પણ સમય આપવો અઘરો છે, અને JDF જેવી સંસ્થાઓને દાન આપનારના ભંડારો હંમેશા ભરેલા રહે છે. JDFના ટ્રસ્ટી અપુલદોશીએ સંસ્થાની સ્થાપના પાછળની ભાવુક ગાથા રજૂ કરી હતી.૨૨ વર્ષ પહેલાં પોતાના પુત્રને થયેલા ટાઈપ-૧ ડાયાબિટીસના અનુભવમાંથી પ્રેરણા લઈ, માત્ર ૫ બાળકોથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે સૌરાષ્ટ્ર-કચ્છના ૨૨૫૦ થી વધુ બાળકો નિઃશુલ્ક નોંધાયેલા છે.ટાઈપ-૧ ડાયાબિટીસમાં બાળકોને દિવસમાં ૮થી ૧૦ વખત સોઈની પીડા (ઇન્સ્યુલિન અને સુગર ચેક) સહન કરવી પડે છે.જો યોગ્ય સારવાર ન મળે તો કિડની, આંખ અને હ્રદય જેવા અંગો પર જીવલેણ અસર થાય છે. સંસ્થા દ્વારા ૮૦૦ થી વધુ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને મેડિકલ ચેકઅપ પૂરી પાડવામાં આવે છે.આ ઉપરાંત, શિક્ષણ સહાય, ‘ડાયાબિટીસ એજ્યુકેટર’ કોર્સ અને લગ્ન માટે ‘મેટ્રીમોનિયલ ગ્રુપ’ જેવી સેવાઓ પણ ચલાવવામાં આવે છે.તાજેતરમાં કેટલાક બાળકો ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કરતા શ્રી દોશીએ જણાવ્યું કે, રાજકોટમાં ટાઈપ-૧ ડાયાબિટીસ માટે અત્યાધુનિક’એજ્યુકેશન તથા રિસર્ચ સેન્ટર’ સ્થાપવાનું સંસ્થાનું લક્ષ્ય છે.

આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહેલા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાચેરમેન નરેશભાઈ પટેલે સંસ્થાના સેવાકાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (IDF) ટાઈપ-૧ ડાયાબિટીસના બાળકો માટે ઉત્કૃષ્ટ અને અનુકરણીય કામગીરી કરી રહ્યું છે. સમાજમાં આવા બાળકોને જે હૂંફ અને તબીબી સહાયની જરૂર હોય છે, તે આ સંસ્થા પૂરી પાડી રહી છે તે ખરેખર વંદનીય છે.”તેમણે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી અને તેમની ટીમની નિઃસ્વાર્થ સેવાને બિરદાવી હતી. ફાલ્કન પમ્પના કમલનયનભાઈ સોજીત્રાએ ખૂબ જ સંવેદનશીલ અને પ્રેરક ઉદબોધિત કર્યું હતું.તેમણે સંગઠનની શક્તિ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સંગઠનમાં એક અનોખી તાકાત હોય છે અને જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.તેમણે ભાવુક થઈને જાહેરાત કરી હતી કે, “હું આ સંસ્થા સાથે જોડાયેલા ૨૩૦૦ બાળકોનો મામા છું, અને મારા ભાણેજો માટે ગમે ત્યારે મદદ કરવા હું હંમેશા તત્પર રહીશ.”તેમણે એક કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, ઘણા સમય પહેલા તેમની ઓફિસે એક પરિવાર આવ્યો હતો જેમના બાળકો ટાઈપ-૧ ડાયાબિટીસથીપીડાતા હતા અને પરિવાર ખૂબ મુંઝવણમાં હતો.કમલનયનભાઈએ તેમને તાત્કાલિક JDF ના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી પાસે મોકલ્યા હતા, જ્યાં તેમને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી હતી.તેમણે ઉમેર્યું કે આવા તો અઢળક પરિવારો છે જેમને આ સંસ્થા દ્વારા નવજીવન મળ્યું છે. ધારાસભ્ય શ્રી રમેશભાઈટીલાળાએ રાજકોટની સેવાકીય પરંપરાને બિરદાવતા જણાવ્યું હતું કે, “રાજકોટ એ સંતો, શૂરવીરો અને દાતારીની ભૂમિ છે. જ્યારે પણ સમાજમાં કોઈ સેવાકીય ઉમદા કાર્ય થાય છે, ત્યારે રાજકોટના દાતાઓ હંમેશા મોખરે રહે છે.આ કાર્યક્રમમાં વર્ષા ફાઉન્ડેશનનામોટિવેશનલ સ્પીકર અને શિક્ષક શ્રી વિનોદ પટેલે ઉપસ્થિત રહી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

તબીબી અને સંસ્થાકીય શ્રેષ્ઠીઓમાં બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના પ્રમુખ નાનુભાઈ મકવાણા અને, કેન્સર સર્જન ડો.જીજ્ઞેશ મેવાએ હાજરી આપી હતી. અને દાતાશ્રીઓ જેવા કે જયેશભાઈ શાહ (સોનમ ક્વાર્ટર્સ), સિનિયર અને અશ્વિનભાઈ કોઠારીએ પણ કાર્યક્રમની શોભા વધારી હતી.આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થવા માટે સમાજના શ્રેષ્ઠીઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી..એન.દેસાઈ (N. Desai) પરિવાર દ્વારા સંસ્થાના ૧૦૦ બાળકોને આજીવન નિઃશુલ્ક સારવાર અને ઇન્સ્યુલિન પૂરી પાડવાની ઉમદા જાહેરાત કરવામાં આવી હતી.આ ઉપરાંત, રવિ મેટલ ગ્રુપ તરફથી પણ સંસ્થાને લાખો રૂપિયાનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું.નોંધણીય છે કે, ૨૦૦૪થી કાર્યરત JDF સંસ્થા હાલ ૨૩૦૦થી વધુ બાળકોની નિઃશુલ્ક સેવા કરી રહી છે અને જરૂરિયાતમંદ ૮૦૦ થી વધુ બાળકોને ઇન્સ્યુલીન સહિતની સંપૂર્ણ તબીબી સારવાર વિનામૂલ્યે પૂરી પાડે છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કર હરિકૃષ્ણપંડયા દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠીઓ દ્વારા JDF સંસ્થા માટે દાનની સરવણી થઇ હતી જેમાં નાનુભાઈ મકવાણા માસ્કોટફોર્જ દ્વારા રૂ.૧ લાખ, કમલનયનભાઈ સોજિત્રા રૂ.૧ લાખ ૨૫ હજાર, જયેશભાઈ શાહ સોનમ ક્વાર્ટર્સ દ્વારા રૂ. ૨ લાખ ૨૫ હજાર, રમેશભાઈ રાચ્છ રવિ મેટલ દ્વારા રૂ.૧ લાખ ૫૧ હજાર, કિરીટભાઈ આદ્રોજા એન્જલ પંપ દ્વારા રૂ.૧ લાખ ૫૧ હજાર, જગદીશભાઈ કોટડીયા ફાલ્કન પંપ દ્વારા રૂ.૧ લાખ ૨૫ હજાર, સૌરભભાઈ સંઘાણી રૂ. ૫૧ હજાર, વિક્રમભાઈ જે. શાહ – થાન રૂ ૫૧ હજાર, હરેશભાઈ સંઘોઇ રૂ. ૫૧ હજાર, મુકેશભાઇ બાટવીયા રૂ. ૫૧ હજાર, મહેન્દ્રભાઇ શાહ રૂ. ૫૧ હજારનું અનુદાન કરેલ હતું.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલ દોશી, ટ્રસ્ટી રોહિત કાનબાર, ટ્રસ્ટી હરિકૃષ્ણપંડયા, ટ્રસ્ટી અમિત દોશી, ટ્રસ્ટી મીતેશ ગણાત્રા સાથે સંસ્થાના બાળકોના મામા કમલનયન સોજીત્રા તેમજ પારસ દોશી, જેનિસ કાંજિયા, મૈત્રી દોશી, ઋષિલ દવે, નંદની સોલંકી, પૂજા પરમાર, કેયૂરી શિંગાળા, રાહુલ રાઠોડ, મિહિર સાકરીયા, વૈભવ ગાંધી, પાર્થ સચદે અને બાકીના ટીમે આ અભિયાનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે
રાજકોટ

લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે

Editor By Editor 16 hours ago
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ
 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે
રાજકોટ મનપામાં પાવર પોઝિશન માટે દોડધામ: વિઝન ટેસ્ટથી થશે પસંદગી
ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?