By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી

Editor
Last updated: 2026/03/25 at 2:38 PM
3 months ago
Share
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
SHARE

વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી

શહેર પોલીસ સમક્ષ ખુલાસાઓનો સિલસિલો : પીડિત પરિવારે કહ્યું 30 લાખ સામે દોઢ કરોડની થઈ રહી છે માંગણી : અન્ય એક મહિલાનું રડતાં નિવેદન, ન્યાય નહીં મળે તો દેશ છોડવો પડશે

એક પીડિત પરિવારની આજીડેમ પોલીસ મથકના PI સાથે બોલાચાલીથી માહોલ તંગ બન્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીના ત્રાસથી પરેશાન નાગરિકોને ન્યાય આપવા માટે યોજાયેલી જનસંપર્ક સભા દરમિયાન અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા હતા. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં પીડિતોએ ખુલ્લેઆમ પોતાની વ્યથા રજૂ કરી હતી, જેમાં લોધીડા ગામના એક ખેડૂત પરિવારનો કેસ ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો કે, માત્ર 30 લાખ રૂપિયાની લોન સામે વ્યાજખોરોએ લગભગ 1.48 કરોડ રૂપિયાની માંગણી કરી છે. આ રજૂઆત દરમિયાન પીડિત પરિવાર અને આજીડેમ પોલીસ સ્ટેશનના PI વચ્ચે બોલાચાલી સર્જાતા સભાનો માહોલ પણ તંગ બની ગયો હતો.
લોધીડા ગામના રહેવાસી જગાભાઈ ઝાપડિયાએ જણાવ્યું હતું કે, તેમના ભાણેજને આર્થિક જરૂરિયાત હોવાથી તેઓએ ઓળખીતાઓ પાસેથી વ્યાજે રૂપિયા 30 લાખ લીધા હતા. આ માટે તેમણે પોતાની ખેતીની જમીન ગીરવે મૂકી હતી. બાદમાં તેમણે જમીન વેચીને મૂળ રકમ પરત પણ કરી દીધી હતી. છતાં, વ્યાજખોરો દ્વારા સતત વધુ નાણાંની માંગણી કરવામાં આવી રહી છે. જગાભાઈના જણાવ્યા અનુસાર, તેમના ઉપર અનેક વખત હુમલા પણ કરવામાં આવ્યા હતા. સતત દબાણ અને ધમકીઓથી પરેશાન થઈ તેઓએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમ છતાં વ્યાજખોરો દ્વારા રૂપિયા 1.48 કરોડની માંગણી ચાલુ જ રાખવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ સમગ્ર મામલે તેમના પાસે પુરાવા તરીકે મોબાઇલ રેકોર્ડિંગ પણ છે. છતાં છેલ્લા 56 દિવસથી પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી. તેઓએ આ બાબતે જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી હોવા છતાં યોગ્ય ન્યાય મળ્યો નથી.
આ દરમિયાન પીડિત પરિવારની મહિલા હંસાબેન ઝાપડિયાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, તેઓએ એક વ્યક્તિ માટે વિશ્વાસ રાખીને પૈસા લીધા હતા, પરંતુ હવે તે જ લોકો તેમના પરિવારને બરબાદી તરફ ધકેલી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, નાણા પરત આપી દીધા હોવા છતાં વધુ રકમની માંગણી કરવામાં આવી રહી છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.
હંસાબેને આક્રોશભેર કહ્યું હતું કે, જો અમને ન્યાય નહીં મળે તો અમારે ગુજરાત જ નહીં, દેશ છોડવો પડશે.તેમના આ નિવેદનથી સભામાં હાજર લોકો પણ ભાવુક બની ગયા હતા. આ રજૂઆત દરમિયાન પોલીસ અધિકારી સાથે થયેલી બોલાચાલીથી થોડીવાર માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જોકે બાદમાં મામલો શાંત કરાયો હતો.
જનસંપર્ક સભામાં અન્ય અનેક પીડિતોએ પણ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. તેમાં વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, મની પ્લસ શરાફી મંડળી નામની સંસ્થા દ્વારા લોકોને ઊંચા વળતરની લાલચ આપી મોટી ઠગાઈ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, આ મંડળીના સંચાલક અલ્પેશ દોંગાએ લોકો પાસેથી આશરે 20 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. લોકોને આકર્ષવા માટે કાર્યક્રમો યોજી મોટા નફાની ખાતરી આપવામાં આવતી હતી. ઘણા લોકોએ પોતાની જીવનભરની બચત તેમાં મૂકી હતી. પરંતુ હવે તે નાણાં પરત આપવામાં આવતા નથી. આ કેસમાં પણ પીડિતોએ પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
તેમજ અન્ય એક કેસમાં મગનલાલ મોહનભાઈએ જણાવ્યું હતું કે, તેમણે અમદાવાદ સ્થિત એક કંપનીને લાખો રૂપિયાનો માલ સપ્લાય કર્યો હતો, પરંતુ અત્યાર સુધી સંપૂર્ણ ચુકવણી કરવામાં આવી નથી. તેઓએ જણાવ્યું કે, રૂ.43 લાખથી વધુની રકમમાંથી માત્ર 10 લાખ જેટલી જ રકમ મળી છે, જ્યારે બાકી રકમ હજુ બાકી છે.
આ તમામ કેસોમાં એક સામ્યતા જોવા મળી કે, પીડિતો લાંબા સમયથી ન્યાય માટે ભટકી રહ્યા છે અને તેમને સમયસર સહાય મળતી નથી.
જનસંપર્ક સભામાં રજૂ થયેલી આ ઘટનાઓએ સ્પષ્ટ કર્યું છે કે વ્યાજખોરી અને આર્થિક છેતરપિંડીના કેસો હજુ પણ ગંભીર સમસ્યા બની રહ્યા છે. અનેક લોકો ઊંચા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈ પોતાની મિલ્કત ગુમાવી રહ્યા છે અને માનસિક રીતે તૂટી રહ્યા છે.
પોલીસ તંત્ર દ્વારા આવી સભાઓનું આયોજન કરીને પીડિતોને સીધો પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યો છે, પરંતુ પીડિતોની ફરિયાદ છે કે, માત્ર સાંભળવાથી કામ નહીં ચાલે, તાત્કાલિક અને કડક કાર્યવાહી જરૂરી છે. આ બનાવ બાદ પોલીસ કમિશનરે તમામ ફરિયાદોની ગંભીરતાથી તપાસ કરવાનો વિશ્વાસ આપ્યો છે. સાથે જ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.
વિશેષજ્ઞોના મતે, વ્યાજખોરીના વધતા કેસોને રોકવા માટે કડક કાયદાકીય પગલાં સાથે જ લોકોમાં જાગૃતિ લાવવાની પણ જરૂર છે. બિનકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં લેતા પહેલાં લોકો સાવચેત રહે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
રાજકોટમાં યોજાયેલી આ જનસંપર્ક સભાએ અનેક છુપાયેલા કેસોને બહાર લાવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, પીડિતોને વાસ્તવિક ન્યાય મળે છે કે નહીં અને આરોપીઓ સામે કેટલા ઝડપી પગલાં લેવાય છે.

You Might Also Like

 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ

 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વ.જનકભાઇને શ્રધ્ધાંજલી પાઠવતા ભાજપ અધ્યક્ષ વિશ્વકર્મા
રાજકોટ

સ્વ.જનકભાઇને શ્રધ્ધાંજલી પાઠવતા ભાજપ અધ્યક્ષ વિશ્વકર્મા

Editor By Editor 4 days ago
લાયસન્સ-બેજ નંબર વગર પણ ઉમેદવારો કંડકટરની ભરતી માટે અરજી કરી શકશે
સોમનાથમાં બાળ સ્મશાન બુરી દેવાની ટ્રસ્ટની કામગીરીથી હિન્દુ સમાજમાં રોષ
સોનું-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં દબાણ, વેપારીઓની નજર વૈશ્વિક સંકેતો પર
સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?