કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
ટી.બી. બિમારી અંગે જાગૃતિ ફેલાવાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ (World T.B. Day) નિમિત્તે મેરા યુવા ભારતના સ્વરૂપજી તથા રાજેશ રાઠોડના સહયોગથી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ક્ષયરોગ (ટી.બી.) અંગે જાગૃતિ ફેલાવવાનો, તેની સારવાર અને નિવારણ અંગે માહિતી આપવાનો તથા સમાજમાં આરોગ્ય પ્રત્યે સચેતતા લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ કોટક, દ્વારા વિદ્યાર્થીઓને ટી.બી. જેવી ગંભીર બિમારી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાધ્યાપક ડો. રાજેન્દ્ર સેજલીયા, જણાવ્યું હતું કે યોગ્ય સારવાર, પોષણ અને સમયસર નિદાન દ્વારા ટી.બી. સંપૂર્ણપણે ઠીક થઈ શકે છે.
વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવા માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ આરોગ્ય જાગૃતિ, ટી.બી. નિવારણ, સ્વચ્છતા અને પોષણના મહત્વ જેવા વિષયો પર ઉત્સાહપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓ માથી પ્રથમ ક્રમે વિજેતા ધનેશા અનુષ્કા તેઓ વેસ્ટઝોન ફૂટબોલ ટૂર્નામેંટમાં અવધેશ પ્રતાપ સિંહ યુનિવર્સિટી, રીવા ખાતે રમવા ગયા હતા, દ્વિતીય ક્રમે વિજેતા રામોલીયા દિપીશા તેઓ વેસ્ટઝોન હોકી ટૂર્નામેંટમાં સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી, પુણે ખાતે રમવા ગયા હતા, તૃતિય ક્રમે વિજેતા સોલંકી સંજના તેઓ વેસ્ટઝોન એર પિસ્તોલ શૂટિંગ ટૂર્નામેંટમાં સ્વામી વિવેકાનંદ સુભારતી યુનિવર્સિટી, મેરઠ ખાતે રમવા ગયા હતા
ડો રેણુકા ચાવડા તથા સમગ્ર કોલેજ પરિવાર વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ, જવાબદારી અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ જાગૃતિસભર અને પ્રેરણાદાયક વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.


