અર્થતંત્રના વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો : દિનેશ પાઠક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ૪૨મી શાખાનો રેલનગરમાં આજથી વિધિવત પ્રારંભ થયો છે. આ મંગલ અવસરે ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોને મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. શાખાનો મંગલ પ્રારંભ સાઈ સુખદેવલાલજીના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો. સાઈ સુખદેવલાલજીએ જણાવ્યું હતું કે, ‘રેલનગર આસપાસના વિસ્તારમાં સીંધી પરિવારના ૧,૦૦૦ આસપાસ ઘર છે. આપ અમારા દ્વારે આવ્યા છો ત્યારે અહીં સ્વાગત છે.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે, ‘બેંક માર્ચ માસમાં નવી પાંચ શાખા કાર્યરત કરી રહી છે તે પૈકી આ ચોથી શાખાનો શુભારંભ થયો છે. ૧૯૫૩માં શરૂ થયેલી આ બેંકે રાજકોટનાં વિકાસમાં અમુલ્ય ફાળો આપ્યો છે. આજના સમયમાં અદ્યતન ટેકનોલોજીથી બેંકિંગ થઇ રહ્યું છે. આપણી બેંકે તાજેતરમાં જ ઇન્ફોસીસ કંપનીનો ફીનેકલ સોફટવેર અમલમાં મુક્યો છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. સહકારના મૂલ્યોને જાળવી, નિયમોનું પાલન કરતાં મજબુતાઇથી અવિરત પ્રગતિ કરી રહી છે. પોલીસી ડ્રીવન આ બેંકમાં દરેક કામગીરી એકસૂત્રતા અને સમાનતાથી થાય છે. નાના માણસની મોટી બેંક લોકોના સ્વપ્ન પુરા કરે છે અને ક્યારેય હતાશ થવા દેતી નથી.
જાણીતા બિલ્ડર-સહકારી આગેવાન અશોકભાઇ લશ્કરીએ જણાવ્યું હતું કે સહકારી બેંકની ડિપોઝીટ, લોન કે નફો આપણા બધાનો હોય છે. બધુ જ લગભગ સ્થાનિક લેવલે જ રહે છે. સંચાલકો પણ સ્થાનિક જ હોવાથી આપણી કોઇપણ રજુઆત સરળતાથી કરી શકાય છે. બેંકિંગના કોઇપણ વ્યવહારમાં કોઇ છુપો ચાર્જ વસુલાતો નથી. આપણે વધુને વધુ લોકો તેમાં જોડાઇએ અને સહુ સાથે મળીને આગળ વધીએ.
ઉદ્ઘાટન સમારોહમાં સાંઈ સુખદેવલાલજી, માધવભાઈ દવે, અશોકભાઈ લશ્કરી, નરેન્દ્રસિંહ જાડેજા, તેમજ બેંક પરિવારમાંથી દિનેશભાઈ પાઠક, જીવણભાઈ પટેલ, ડિરેકટરગણમાંથી હસમુખભાઈ ચંદારાણા, ચંદ્રેશભાઈ ધોળકીયા, અશોકભાઈ ગાંધી, જ્યોતિબેન ભટ્ટ, વિક્રમસિંહ પરમાર, ભૌમિકભાઈ શાહ, દેવાંગભાઈ માંકડ, શૈલેષભાઈ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, હંસરાજભાઈ ગજેરા, વિજયભાઈ કોઠારી, વિનોદભાઈ લાઠીયા, વિનોદ કુમાર શર્મા, રજનીકાંત રાયચુરા, ઉપરાંત રેલનગર શાખા વિકાસ સમિતિમાથી સુનિલભાઈ ટેકવાણી, ડો. હાર્દિકભાઇ નિમ્બાર્ક, વિજયભાઈ પારવાણી, કુસુમબેન ટેકવાણી, નિકુંજભાઈ ધોળકીયા, નીતાબેન પંડિત, હિરલબેન જાની, મહેશભાઈ જાની, જશવંતભાઇ ભટ્ટ, અર્ચનાબેન જોષી, અલ્પાબેન દવે, બાબુભાઈ ઉધરેજા, ડો. ઉજાસભાઇ પારધી, સોનભાઈ અહુજા, હિતેશભાઈ દવે, દિલીપભાઈ કુંગસીયા, વિલાસબા સોઢા, ડો.ફુલકીતભાઇ બક્ષી, કિરીટભાઈ વાઘેલા, મથુરભાઈ સંચાણીયા, અનુરાધાબા ઝાલા, સાંઈ દશરથ મહારાજ, ટીકુભાઈ જાડેજા, ભરતભાઈ રેલવાણી, શાંતુભાઈ રૂપારેલીયા, વાલ્મીકી સમાજમાંથી દિનેશભાઈ ગોહેલ, જોગી પરમાર, કિરીટભાઇ વાઘેલા, જલ્પેશભાઇ વાઘેલા, પલીનભાઈ વાઘેલા, પ્રવિણભાઈ મેવાડા, પરિવારક્ષેત્રમાંથી નરેન્દ્રભાઈ દવે, કિશોરભાઈ મુંગલપરા, વિવિધ મહાનુભાવો, બેંકની અન્ય શાખા વિકાસ સમિતિના સદસ્યો, વિપુલભાઈ દવે, આકાશભાઈ વાછાણી, યોગેશભાઈ દવે, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સરળ અને સફળ સંચાલન હેમાંગભાઈ ઢેબરે અને આભારદર્શન વિજયભાઈ પારવાણીએ કર્યું હતું.


