ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા રામનવમીએ નિ:શુલ્ક છાશવિતરણ કેન્દ્રના ૫૪માં વર્ષનો થયો પ્રારંભ
ઈ.સ.૧૯૭૩થી સતત ૫૩ વર્ષો સુધી નિ:શુલ્ક છાશ વિતરણનો માનવ સેવાયજ્ઞ
અગ્ર ગુજરાત, રાજકોટ
જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ (રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારાઇ.સ. ૧૯૭૩ થી સંચાલિત જે.એલ.વખારિયા નિ:શુલ્ક ઉનાળુ છાશકેન્દ્રના ૫૩માં વર્ષનો રામનવમીએ પ્રારંભ થયો હતો.જેમાં અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના જયંતભાઈ ધોળકિયા,જાન્વીબેન લાખાણી, સંસ્થાના ટ્રસ્ટી શૈલેષભાઈ જોશીના હસ્તે દીપપ્રાકટ્ય બાદ છાશવિતરણ થયું હતું. છેલ્લા ૫૪ વર્ષોથી આ સંસ્થા દ્વારા ઉનાળામાં ધોમ ધખતા તાપમાં અઢી માસ સુધી છાશકેન્દ્રનું સંચાલન થાયછે.જેમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના સમાનતાના ધોરણે પ્રતિદિન ૨૦૦ જેટલા પરિવારોને (આશરે૧૧૦૦ વ્યક્તિઓને) પરિવાર દીઠ દોઢ લીટર તાજી અને પૌષ્ટિક છાશનું નિ:શુલ્ક વિતરણ થાયછે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાજી અને અમૃતરૂપી છાશ લોકોના કાળજે ટાઢક પહોંચાડે તેવા ઉમદા હેતુથી ઈ.સ.૧૯૭૩થી શરુ થયેલો સૌરાષ્ટ્રનો આ સૌ પ્રથમ સેવાયજ્ઞ છેલ્લા ૫૩ વર્ષોથી સતત દર વર્ષે અવિરતપણે ચાલી રહ્યો છે. આ માનવસેવાયજ્ઞમાં સહકાર આપવા સર્વે શ્રેષ્ઠીઓ, દાતાઓને ગીતા વિદ્યાલય પરિવારે હાર્દિક અનુરોધ કરેલછે.જેને માટે જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં રૂબરૂ અથવા મો.૯૮૯૮૩૧૮૨૮૬ પર સંપર્ક કરવા ગીતા વિદ્યાલય ટ્રસ્ટના સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતાની યાદીમાં જણાવાયું છે.


