શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કૉલેજ ખાતે સેમિનાર યોજાયો
Share
SHARE
શ્રી રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન
શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કૉલેજ ખાતે તારીખ:-૪/૪/૨૦૨૪ના રોજ નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાત કોમન એડમિશન સર્વિસ અંતર્ગત સેમીનારનું આયોજન કરેલ.સૌ પ્રથમ મહેમાનોના વરદ હસ્તેદીપ પ્રાગટ્ય બાદ પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.આ સમારંભમાં કૉલેજ સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.જીજ્ઞેશભાઈ વાજા તેમજ શહેરનાં વરિષ્ઠ પત્રકારો તેમજ પરફેક્ટ કોમ્પ્યુટરનાં ઓનર રિઝવાનભાઈ લઠા તથા સાથી મિત્ર મિસમભાઈ નુરાની તથા રાજુલાનાં તથા ગ્રામ્ય વાલી વિદ્યાર્થિની બહેનો ઉપસ્થિત રહેલ.કાર્યક્રમની શુભ શરૂવાત દીપ સમારંભમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અભિવાદન પ્રિન્સિપાલ ડો.રીટાબેન રાવળ દ્વારા ભાવુક શૈલીમાં કરવામાં આવેલ.ત્યારબાદ ડો.સોનલબેન ઝાપડિયાં દ્વારા સ્લાઇડ શો દ્વારા એડમિશન પ્રક્રિયા વિશે માહીતગાર કરવામાં આવેલ.કેમ્પસ ડાયરેક્ટર ડો.જીજ્ઞેશભાઈ વાજાએ ઓનલાઇન પ્રક્રિયા અંગે કૉલેજ ખાતે ફ્રી રજીસ્ટ્રેશન સાથે સમગ્ર એડમિશન પ્રક્રિયાને દૃશ્ય શ્રાવ્ય માધ્યમ પીપીટી રૂપે બતાવી હતી. આ સાથે રજીસ્ટ્રેશનથી એડમિશન અહી કૉલેજ ખાતે કરાવી આપવાની ખાત્રી આપી વિશેષ માહિતી આપેલ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ પ્રો.તથા એન.એસ.એસ પ્રો.જાગૃતિબેન તેરૈયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન પ્રો. ધારાબેન ખીમસુરિયાએ કરેલ.સમગ્ર સ્ટાફ તથા એન.એસ.એસ.સ્વયમ સેવિકા બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવવા સંનિષ્ઠ પ્રયાસ કરેલ.