By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    26 minutes ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    2 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    1 week ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા

Editor
Last updated: 2026/05/04 at 4:44 PM
57 minutes ago
Share
આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
SHARE

આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા

રિક્ષા ધોવા ગયા બાદ ન્હાવા પડતા પિતા-પુત્રો સહિત 4ના કરૂણ મોત,ત્રણ મૃતદેહ જેતે સમયે હાથ લાગ્યા જ્યારે ચોથો મૃતદેહ 20 કલાક બાદ મળતાં પરિવારમાં શોકની લાગણી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર માટે અત્યંત હૃદયવિદારક ઘટના બની છે. શહેરના ભાવનગર રોડ પર આવેલ આજી ડેમમાં શનિવારે સાંજે એક જ પરિવારના ચાર લોકો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. મૃતકોમાં પિતા, તેમના બે પુત્રો અને ભાણેજનો સમાવેશ થાય છે. ઘટના એવી કરૂણ હતી કે, એક વ્યક્તિને બચાવવા માટે એક પછી એક પાણીમાં પડેલા ચારેય લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા. સમગ્ર બનાવે શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
મોગલ માતાજીના દર્શન બાદ બની દુર્ઘટના
માહિતી મુજબ, શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ દેવજીભાઈ જાદવ (ઉ.વ. 42) તેમના પરિવાર સાથે શનિવારે ત્રંબા રોડ પર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમના સાથે તેમના પુત્રો રોહિત (ઉ.વ. 21) અને ધવલ (ઉ.વ. 17) તેમજ સાળીના દીકરા ધ્રુવ મકવાણા (ઉ.વ. 15) પણ હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ તેઓ નજીકમાં આવેલા આજી ડેમના કાંઠે રોકાયા હતા.
પ્રાથમિક તપાસ મુજબ, ડેમના કાંઠે પહોંચ્યા બાદ રોહિત પાણીમાં હાથ-પગ ધોવા અથવા ન્હાવા માટે ગયો હતો. પરંતુ પાણીનો ઊંડાણ અંદાજ કરતાં વધુ હોવાથી તે અચાનક ડૂબવા લાગ્યો હતો. રોહિતને ડૂબતા જોઈ પ્રથમ ધવલ તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો. ત્યારબાદ ભાણેજ ધ્રુવ પણ મદદ કરવા માટે પાણીમાં ઉતર્યો. જ્યારે ત્રણેય સંઘર્ષ કરતા દેખાતા હતા ત્યારે પિતા ભરતભાઈ, જેમને તરતા આવડતું હતું, તેઓ પણ તેમને બચાવવા પાણીમાં પડ્યા હતા. છતાં, પાણીની ઊંડાઈ અને પ્રવાહને કારણે કોઈપણ બહાર આવી શક્યા નહીં અને ચારેય ડૂબી ગયા હતા. આ ઘટના દરમ્યાન સાથે આવેલા અન્ય સગા મયુરે ચીસો પાડી આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા અને પરિવારજનોને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, પોલીસ અને અન્ય રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. શનિવારે સાંજે જ ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત બાદ ત્રણ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પરંતુ રોહિતનો કોઈ પતો ન મળતા શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. રવિવારે સવારે ખાસ એસડીઆરએફ ની ટીમને બોલાવવામાં આવી હતી. આધુનિક સાધનો અને બોટની મદદથી સતત શોધખોળ કર્યા બાદ લગભગ 20 કલાક પછી બપોરે રોહિતનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ દુર્ઘટનાએ એક પરિવારને સંપૂર્ણ રીતે તોડી નાંખ્યો છે. ભરતભાઈ જાદવ, જે જંગલેશ્વર વિસ્તારમાં સિંગનું કારખાનું ચલાવતા હતા, તેમના પરિવારનો મુખ્ય આધાર હતા. તેમના મૃત્યુ સાથે પરિવાર પર આર્થિક અને માનસિક બંને રીતે ભારે આફત આવી છે. પરિવારમાં હવે તેમની પત્ની અને માત્ર 7 વર્ષનો નાનો પુત્ર જ જીવતા રહ્યા છે. એક સાથે પતિ અને બે પુત્રોના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મૃતક રોહિત પોતાના પિતાના કારખાનામાં મદદ કરતો હતો અને પરિવારની જવાબદારી ઉઠાવતો હતો. જ્યારે ધવલ પણ અભ્યાસ સાથે પિતાને સહયોગ આપતો હતો. બીજી તરફ ધ્રુવ મકવાણા ધોરણ 9 પૂર્ણ કરીને ધોરણ 10માં પ્રવેશવાનો હતો. વેકેશનમાં તે પોતાના માસા-માસીના ઘરે આવ્યો હતો, પરંતુ આ દુર્ઘટનાએ તેના જીવનનો અંત લાવી દીધો.
આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ઝોન-1ના ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, આજી ડેમમાં ન્હાવા પર પ્રતિબંધ છે. છતાં લોકો મોજમસ્તી માટે આવા જોખમી સ્થળોએ જાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વિમિંગ પૂલોની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં લોકો સુરક્ષિત રીતે તરવાની મજા લઈ શકે છે. તેથી, નાગરિકોએ અનધિકૃત અને જોખમી જળાશયોમાં ન્હાવું કે તરવાનું ટાળવું જોઈએ. આ ઘટના એ સાબિત કરે છે કે પાણી સાથેની નાની બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. ખાસ કરીને ડેમ, તળાવ કે નદી જેવા ઊંડા અને અજાણ્યા જળાશયોમાં જવાનું ટાળવું જરૂરી છે. એક ક્ષણની મોજ માટે લેવામાં આવેલો જોખમ આખા પરિવારને જીવનભરનો દુઃખ આપી શકે છે. રાજકોટની આ ઘટના સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ છે.
એક જ પરિવારના ચાર સભ્યોના આ રીતે મૃત્યુ પામવાથી સમગ્ર પરિવારમાં દુઃખ અને વ્યથા વ્યાપી ગઈ છે.

 

You Might Also Like

પોઝિટિવ સ્ટોરી થકી સમાજને  પ્રેરણા પૂરી પાડતા પત્રકારો, મીડિયાની ભૂમિકા સરાહનીય : RSS

રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છાસ વિતરણ

 BAPS સંસ્કારધામ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો

પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત

 દુષિત પાણીની ફરિયાદો વધતા મનપા દ્વારા રોગચાળો અટકાવવા ૧૦૫૮ કલોરીન ટેસ્ટ કરાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટની ફાર્મા કંપની સાથે ₹80.65 લાખની છેતરપિંડી: મેનેજર અને પ્રોપરાઇટરનો ગોટાળો
રાજકોટ

 રાજકોટની ફાર્મા કંપની સાથે ₹80.65 લાખની છેતરપિંડી: મેનેજર અને પ્રોપરાઇટરનો ગોટાળો

Editor By Editor 4 days ago
લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન
ઉનાના પીલુડી વનમાં રચાયો પ્રકૃતિનો અલૌકિક ‘નાગ-પ્રણય’ ઉત્સવ 
પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત
ધારીના ‘ધ ફન વિસ્ટેરિયા’ રિસોર્ટમાં તસ્કરોનો હાથફેરો: ૧૧.૪૯ લાખની મતાની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?