એટલાન્ટીસ હીલ્સ સોસાયટી માં સ્વદેશી ઉત્પાદનો નું એકઝીબીશન યોજાયું
મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ઈન્ટરનેશનલ યોગા ડે ના દિવસે સ્વદેશી ઉત્પાદનો વેચાણનું પ્રદર્શન યોજાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
એટલાન્ટીસ હીલ્સ સોસાયટી મહીલા મંડળનાં બહેનો દવારા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની યોજના મહીલા સ્વાવલંબીકરણ ના વિચાર ને ધ્યાને રાખી ઈન્ટરનેશનલ યોગા ડે ના દિવસે સ્વદેશી એકઝીબીશન યોજવામાં આવેલ હતું જેમા લેડીઝ વેર, ચીલ્ડ્રન વેર, બેડશીટ, ઘરવપરાશની વસ્તુઓ, હેલ્થકેર અંગેના ઉત્પાદનો, મહીલાઓ દવારા તૈયાર કરવામાં આવેલ સુકો નાસ્તો, ઈમીટેશન જવેલરી, ધુપ સ્ટીક, અગરબતી, હર્બલ ઉત્પાદન, મહીલાઓ માટેની હેલ્થ ને અનુલક્ષીને વપરાતા ઉત્પાદનો નું આયોજન બહેનો દવારા કરવામાં આવેલ. આ પ્રદર્શનનું ઉદઘાટન પ્રમુખ શ્રી કીર્તિભાઈ શાહ તથા ઉપપ્રમુખ સંગીતાબેન રાજા દવારા કરવામાં આવેલ. જે માટે આજુબાજુનાં રહેવાસીઓનો ભવ્ય પ્રતિસાદ સાંપડેલ. આ પ્રદર્શન ને સફળ બનાવવા માટે બહેનો ડીમ્પીબેન ચલ્લા, દીપાલીબેન પુજારા, હીનાલીબેન લાખાણી, ઉર્વશીબેન પંડયા, રીન્કલબેન છગ, વીદીશાબેન શુકલા, બન્સીબેન સાંગાણી, અમીબેન સંઘવી, કીરણબેન ઢાંકા, મુસ્કાન જૈન, પુજાબેન દેસાઈ, શીતલબેન ચેોહાણ વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.


