ભાવનગરના નવા લોઇંચડા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહુર્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના નવા લોઇંચડા ગામે કૌશિકભાઈ વેકરીયાના સહયોગથી અને મનસુખભાઈ માંડવીયા ના વતનમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૯૩૧૫ + સ્ટ્રક્ચર તૈયાર થઈ ચૂકેલ છે. અને તેનાથી અસંખ્ય ખેડૂતો , સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ ચેકડેમનો સંકલ્પ કરેલ છે.
ગીરગંગા ના પ્રમુખ દિલીપભાઈ સખીયા એ પાણીના મહત્વ વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “પાણી એ જ જીવતરનો આધાર છે. જો આપણે આજે પાણીનો સંગ્રહ નહીં કરીએ, તો આવનારી પેઢીને મોટી મુશ્કેલી પડશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને અનુભાઈ તેજાણીના સહયોગથી જે આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, તેનાથી ગામના ભૂગર્ભ જળ ઉંચા આવશે અને ખેડૂતોને સીધો ફાયદો થશે.”
આ ખાતમુહુર્તમાં ભાજપના મહામંત્રી ગોપાલભાઈ વાઘેલા, ભાજપના રાજ્યના મહામંત્રી નાનુભાઈ ડાખરા, સુરતના બિલ્ડર અનુભાઈ તેજાણી, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ નાગજીભાઈ વાઘાણી ,વિનુભાઈ મકવાણા , સરપંચ ભરતભાઈ મકવાણા ગણેશભાઈ ખોયાણી વગેરે લોકો હાજર રહયા હતા.


